ઇન્ટરેસ્ટિંગ / શેફ જુઆન દર્દીને ફ્રીમાં સૂપની ડિલિવરી કરે છે

Juan than delivery of soup to the patient freely

divyabhaskar.com

May 15, 2019, 10:54 AM IST

ઇવિનૉયઃ હરવા ફરવામાં લાચાર બીમાર માણસને પોતાની અનેક ઈચ્છાઓ કાબૂમાં રાખવી પડતી હોય છે. અનેક વખત સ્વાસ્થ્યના કારણે તો ઘણી વખત બીજાને તકલીફ ન આપવાની નિયતીથી આમ કરવું પડે છે. પરંતુ જ્યારે કોઈ અજાણી વ્યક્તિ તમારી ઈચ્છા પૂરી કરી દે તો તમે આશ્ચર્ય ચકિત થઈ જાવ છો.
શેફ જુઆન કાર્લોસ બેરિસ્ટેન ઈલિનોઇમાં જેસીજ કૈફે એન્ડ કરી નામથી રેસ્ટોરાં ચલાવે છે. તે પોતાના ગ્રાહકોના સંપર્કમાં રહેવા માટે સોશિયલ મીડિયા પર એક કોમ્યુનિટી પેજ પણ ચલાવે છે. આ પેજ પર તે પોતાના ગ્રાહકો પાસેથી ફીડબેક પણ લેતા રહે છે. એક દિવસ આ પેજ પર તેમના ગ્રાહક નોહ ડાયનોસ્ટોટેસે લખ્યું કે, તેમને તેમની રેસ્ટોરાંનો સૂપ ખૂબ જ પસંદ છે, પરંતુ તેમને મલ્ટીપલ સ્કેલેરોસિસ નામની બીમારી હોવાના કારણે અનેક વખત કીમોથેરાપી કરાવવી પડી છે. આ થેરાપીના લીધે તમનામાં ખુબ નબળાઇ આવી જતી હોવાથી તે વ્હિલ ચેર પર આવી જવાથી તેમની રેસ્ટોરાં પર આવી શકતો નથી. તે વાંચ્યા પછી જુઆને કહ્યું કે તે તેમના માટે મફતમાં સૂપ લાવશે. જુઆન બીજા જ દિવસે નોહ માટે સૂપ લઈને પહોંચી ગયા. તેમણે નોહ પાસેથી તેના માટે કોઈ રૂપિયા પણ ન લીધા અને વચન આપ્યું કે તે તેમના માટે ભવિષ્યમાં પણ સૂપ લાવતા રહેશે. જુઆને નોહને કહ્યું કે,`હું માત્ર એ ઈચ્છું છું કે તે ઝડપથી સાજો થઈ જાય. નોહને આશા નહોતી કે જુઆન ફરી આવશે, પરંતુ બીજા જ સપ્તાહે તે ફરી સૂપ લઈને પહોંચી ગયા. છેલ્લા એક વર્ષથી જુઆન સપ્તાહમાં અનેક વખત નોહ માટે જાતે સૂપ લઈને આવે છે અને તે માટે કોઈ ચાર્જ પણ નથી લેતા.' જુઆન કહે છે કે, `તેના માતા-પિતા હંમેશા કોઈની મદદ કરવાનું બહાનુ શોધતા રહે છે અને પોતે પણ માતા-પિતાથી પ્રેરિત છે. આજના સમયમાં આવી વ્યક્તિ બહુ ઓછી જોવા મળે છે.'

X
Juan than delivery of soup to the patient freely
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી