ના હોય / અલીબાબાના ફાઉન્ડર જેક માએ તેના કર્મીઓને સપ્તાહમાં 6 દિવસ 6 વાર સેક્સ કરવા સલાહ આપી

Jack Ma told Alibaba staff to have lots of sex at a mass wedding for his employees

  • સોશિયલ મીડિયા પર યુઝર્સે તેમની ભારે ટીકા કરી 
  • અગાઉ વીકના 6 દિવસ સવારે 9થી રાત્રે 9 સુધી કામ કરવાની ફિલોસોફી આપી હતી

divyabhaskar.com

May 15, 2019, 08:25 AM IST

અજબ-ગજબ ડેસ્ક: ચીનના સૌથી ધનિક વ્યક્તિ, 'અલીબાબા'ના સ્થાપક જેક માએ કંપનીના કર્મચારીઓને અગાઉ '996' (અઠવાડિયાના 6 દિવસ વર્કપ્લેસ પર સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરવા)ની સલાહ આપ્યા બાદ હવે બીજી એક સલાહ આપી છે. આ વખતે જેક માએ કર્મચારીઓને જિંદગી તરોતાજા રાખવા '669' (અઠવાડિયામાં 6 દિવસ 6 વખત સેક્સ માણવા)ની સલાહ આપી છે.

'996' અને '669' ફોર્મ્યુલા
અંગ્રેજી મીડિયા પ્રમાણે, જેક માએ ચીનના હાંગઝોઉમાં અલીબાબાના કર્મચારીઓના સમૂહલગ્નના એક સમારોહમાં તેમને આ સલાહ આપી. 54 વર્ષીય જેક માએ કહ્યું હતું કે, 'વર્કપ્લેસ પર આપણે '996'ના સ્પિરિટ પર ભાર મૂકીએ છીએ જ્યારે દામ્પત્યજીવનમાં આપણે '669'ને ફોલો કરવું જોઇએ.'

કામની ફિલોસોફી
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 10 મેના રોજ અલીબાબાના સ્થાપના દિન 'અલી ડે' પર હાંગઝોઉમાં કંપનીના હેડક્વાર્ટર્સ ખાતે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. જેક માની '996'ની વર્ક ફિલોસોફીની ટેક ઇન્ડસ્ટ્રીએ ટીકા કરી હતી અને '669'ની ફિલોસોફીએ પણ સોશિયલ મીડિયા પર વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.

લોકોને ન ગમી સલાહ
ઘણા યુઝર્સે જેક માની આ ટિપ્પણીને અશ્લીલ ગણાવી હતી. એક યુઝરે તો એવી ટીખળ પણ કરી કે, 'કામ પર 996 બાદ આ દુનિયાના કયા માણસ પાસે ઘરે 669 માટેની એનર્જી રહેવાની?' અન્ય એક યુઝરનું કહેવું હતું કે જેક મા જાહેરમાં અશ્લીલ કમેન્ટ કરે છે અને નફ્ફટાઇ સાથે તેને પ્રમોટ કરી રહ્યા છે. શું તેમને સગીરો પ્રત્યેની જવાબદારીનું ભાન છે કે નહીં?

X
Jack Ma told Alibaba staff to have lots of sex at a mass wedding for his employees
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી