• Home
  • Ajab Gajab
  • Interesting
  • In the three villages of Gujarat, the bride does not go to her marriage, she is accompanied by a sister of her husband

અનોખા લગ્ન / ગુજરાતનાં ત્રણ ગામમાં વરરાજા પોતાના લગ્નમાં જ જતો નથી, કન્યા સાથે ફેરાં વરની બહેન ફરે છે

In the three villages of Gujarat, the bride does not go to her marriage, she is accompanied by a sister of her husband

  • આ અનોખી પરંપરા સુરખેડા, સનાળા અને અંબલ ગામમાં આજે પણ ચાલુ છે

divyabhaskar.com

May 26, 2019, 03:38 PM IST

અજબ-ગજબ ડેસ્ક: ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં વસવાટ કરતા આદિવાસીઓ અલગ રીતે લગ્ન કરે છે. અહીં થનારા લગ્નમાં વરરાજા ગેરહાજર હોય છે. લગ્નમાં કન્યાની જોડે વરની જગ્યા પર તેની અવિવાહિત બહેન કે કોઈ અવિવાહિત મહિલા બેસે છે. આ સમયે વરરાજા તેની માતા સાથે ઘરે હોય છે.

વિદાય
જાનની વાત કરીએ તો, વરની બહેન જાન લઈને કન્યાની ઘરે જાય છે અને તેની સાથે લગ્ન કરે છે. લગ્નની સંપૂર્ણ વિધિમાં વરરાજાની ગેરહાજરી હોય છે. તેની બહેન જ કન્યા સાથે ફેરાં લે છે ને વિદાય કરાવીને પોતાના ઘરે લાવે છે.

ત્રણ ગામમાં આ પ્રથા
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, સુરખેડા ગામના રહેવાસી કાનજીભાઈ રાઠવાએ કહ્યું કે, અમારા ગામમાં લગ્નની બધી વિધિ વરને બદલે તેની બહેન કરે છે. અગ્નિની સાક્ષીએ ફેરાં પણ લે છે. આવો રિવાજ સુરખેડા સિવાય બીજા બે ગામમાં પણ ચાલે છે. અહીંના લોકોની માન્યતા છે કે, જો આ પ્રમાણે લગ્ન ન થાય તો બંને પરિવારને કોઈ નુકસાન થાય છે.

અનોખી પરંપરા
સુરખેડા ગામના સરપંચ રામસિંહભાઈ રાઠવાએ કહ્યું કે, અત્યાર સુધી આ પ્રથાને તોડવા માગતા લોકો સાથે અનેક ખરાબ ઘટના બની ગઈ છે. તો બીજી તરફ આ વિધિનો વિરોધ કરનારા લોકોના લગ્ન પણ તૂટી ગયા છે અને તેમના ઘરમાં અલગ પ્રકારની મુશ્કેલી આવી જાય છે.

રસપ્રદ વાત તો એ છે કે, લગ્નમાં વરરાજા શેરવાની પહેરી શકે છે, માથે સાફો પણ બાંધી શકે છે, પરંતુ તેની ભવિષ્યની પત્ની સાથે ફેરાં અને પોતાના જ લગ્નમાં સામેલ થઈ શકતો નથી. આ અનોખી પરંપરા સુરખેડા, સનાળા અને અંબલ ગામમાં આજે પણ ચાલુ છે.

X
In the three villages of Gujarat, the bride does not go to her marriage, she is accompanied by a sister of her husband
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી