અનોખી સ્પર્ધા / ફ્રાન્સમાં સદીઓ જૂના શિલાલેખ પર લખેલી લાઈનનો અર્થ કહેનારાને દોઢ લાખ રૂપિયાનું ઈનામ મળશે

french village is offering 158610 rupees to decipher the meaning of this ancient stone inscription

  • શિલાલેખ પર વર્ષ 1786 અને 1787ની તારીખ લખી છે
  • અનેક ઇતિહાસકારો પણ આ લાઈનને સમજી શક્યા નથી

divyabhaskar.com

May 14, 2019, 10:46 AM IST

અજબ-ગજબ ડેસ્ક: ફ્રાન્સના પ્લોગાસ્ટેલ-દાઉલાસ શહેરમાં શિલાલેખ પર લખેલી અજાણી લાઈન ઉકેલનારા માટે 22500 યુરો એટલે કે દોઢ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અનેક લોકો આ લાઈનનો અર્થ જાણવા માટે મથામણ કરી રહ્યા છે. આ પથ્થર પર એક બોટ પણ દોરી છે.

વાત એમ છે કે, ફ્રાન્સમાં મિસ્ટિરિયસ લાઈન લખેલો શિલાલેખ બે વર્ષ પહેલાં ધ્યાનમાં આવ્યો હતો. પથ્થરનો આકાર વ્યક્તિ જેવો છે. સ્થાનિક ભણેલા-ગણેલા લોકો હાલ આ લાઈનને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે, લખાણ જૂની બ્રિટિશ કે બાસ્ક લિપિનું છે.

શિલાલેખ પર લખ્યું છે કે, 'ROC AR B ...DRE AR GRIO SE EVELOH AR VIRIONES BAOAVEL, OBBIIE: BRISBVILAR: FROIK ... AL'

પ્લોગાસ્ટેલ-દાઉલાસ શહેરના મેયર ડોમિનિક કૅપે કહ્યું કે, અમે આ શિલાલેખ ઇતિહાસકારો અને પુરાતત્ત્વવાદીઓને બતાવ્યો હતો. તે લોકો તરફથી કોઈ જાણકારી ન મળતાં અમે સ્પર્ધારાખવાનું વિચાર્યું. દુનિયાના ઘણા એવા લોકો છે, જેમની પાસે નોલેજ ભરપૂર પ્રમાણમાં છે. શું ખબર તેમના તરફથી જ કોઈ જવાબ મળી જાય! આ સ્પર્ધામાં ભાગ લેવા ઇરછતા લોકો નવેમ્બર મહિનાના અંત સુધી આ લાઈનની માહિતી આપી શકે છે. આ લાઈનનો અર્થ સમજાવવા બદલ મેયર ઓફિસમાં સ્પર્ધકે ફોન કરવાનો રહેશે. સ્પર્ધા પૂરી થઈ ગયા બાદ દોઢ લાખનું ઈનામ કોણે જીત્યું છે, તે નિર્ણાયકો નક્કી કરશે.

X
french village is offering 158610 rupees to decipher the meaning of this ancient stone inscription
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી