પ્રદૂષણ / પ્રથમ વખત પેસિફિક દરિયામાં 11 કિલોમીટર ઊંડાઈએ પહોંચેલો શોધકર્તા પ્લાસ્ટિકનો કચરો જોઈને દંગ રહી ગયો

divyabhaskar.com

May 15, 2019, 01:14 PM IST
For the first time, the 11-kilometer depth depth of the Pacific Ocean was amazed by the plastic waste

  • વિક્ટર પહેલાંનો રેકોર્ડ વર્ષ 2012માં 'ટાઇટેનિક' ફિલ્મના ડિરેક્ટર જેમ્સ કેમેરોનના નામે છે

અજબ-ગજબ ડેસ્ક: અમેરિકાનો અન્ડર સી એક્સપ્લોરર વિક્ટર વેસ્કોવો પ્રથમ વખત દરિયાની અંદર 11 કિલોમીટર ઊંડાઈ સુધી ગયો હતો. આટલી ઊંડાઈએ જઈને તેણે આશ્ચર્યમાં મૂકી દે તેવી વાત દુનિયાને કહી હતી. 53 વર્ષીય વિક્ટરે કહ્યું કે, હું પેસિફિક દરિયામાં મારિયાના ટ્રેન્ચમાં મારી ટીમ સાથે ચાર કલાક રહ્યો હતો અને અમને ત્યાં પ્લાસ્ટિકના કચરાનો ઢગલો દેખાયો હતો. આ જગ્યા દુનિયામાં સૌથી વધારે ઊંડી છે. વિક્ટરને ત્યાં દરિયાઈ જીવો સિવાય પ્લાસ્ટિક બેગ અને મીઠાઈના ખાલી ડબ્બા પણ દેખાયા.

મારિયાના ટ્રેન્ચમાં વિક્ટરની ટીમ કુલ પાંચ વખત દરિયામાં ઊતરી હતી. વિક્ટરે કહ્યું કે, આ અભિયાન દરમિયાન મારી આખી ટીમ ખુશ હતી. અમે મોટા મોજાં અને ખતરનાક દરિયામાં ઊતરવામાં સફળ રહ્યા હતા. અમે ઉચ્ચ દરિયાઈ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો, જે બીજા એક્સપ્લોરર માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે.

પ્રથમ વખત વર્ષ 1960માં અમેરિકાના નેવી સેનાના લેફ્ટનન્ટ ડોન વોલ્શ અને સ્વિત્ઝરલૅન્ડના એન્જિનિયર જેક્સ પિકકાર્ડ મારિયાના ટ્રેન્ચના છેલ્લા સ્તર સુધી પહોંચ્યા હતા. વોલ્શે વિક્ટરને તેના સાહસ બદલ અભિનંદન પાઠવ્યાં છે. વિક્ટર પહેલાંનો દરિયામાં ઊંડાઈએ જવાનો રેકોર્ડ 'ટાઇટેનિક' ફિલ્મના ડિરેક્ટર જેમ્સ કેમેરોનના નામે છે. વર્ષ 2012માં આ રેકોર્ડ નોંધાયો હતો.

દુનિયામાં દર વર્ષે 30 કરોડ ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે. રિસર્ચ પ્રમાણે, વિશ્વના મહાસાગરોમાં કુલ 10 ટન પ્લાસ્ટિકનો કચરો જાય છે. જેમાંથી 90 ટકા કચરો 10 નદીઓ દ્વારા સમુદ્ર સુધી પહોંચે છે. નદીઓમાં એશિયાની નદીની સંખ્યા ઘણી વધારે છે. ભારતની ગંગા અને સિંધુ પણ આ લિસ્ટમાં સામેલ છે.

X
For the first time, the 11-kilometer depth depth of the Pacific Ocean was amazed by the plastic waste
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી