ના હોય / બસ્તરનાં જંગલોમાં 40 વર્ષ બાદ વાંસ પર ફૂલ આવે છે, તે જ વર્ષે દુકાળ આવે છે તેવી ગામવાસીઓની માન્યતા

Due to drought that year after 40 years of flowering in the forest of Bastar

divyabhaskar.com

May 14, 2019, 04:49 PM IST

અજબ ગજબ ડેસ્કઃ ભારત દેશના છત્તીસગઢ રાજ્યમાં આવેલા બસ્તર જીલ્લામાં આવેલા વાંસના જંગલોમાં 40 વર્ષ બાદ ફૂલો ખીલે છે. વાંસ પર આવેલા ફૂલો દેખાવમાં સુંદર અને આકર્ષક લાગે છે તેમ છતાં ગામનાં લોકો આ ફૂલ ખીલવાની સાથે જ ડરે છે. પોતાના ડર વિશે ગામના લોકો કહે છે કે,`વાંસ પર ભાગ્યે જ ફૂલ ખીલે છે, અને જ્યારે ખીલે છે ત્યારે આ વિસ્તારમાં દુકાળ પડે છે.'

હકીકતમાં 40 વર્ષ પહેલાં જ્યારે વાંસ પર ફૂલ આવ્યાં હતા, તે વર્ષે દુકાળ આવ્યો હતો. જેના કારણે ગામવાસીઓમાં જ્યારે પણ વાંસ પર ફૂલ આવે છે, ત્યારે તેઓ ડરે છે. જો કે વૈજ્ઞાનિકોએ ગામવાસીઓના આ ડરને ફક્ત અંધશ્રદ્ધા ગણાવી છે. વૈજ્ઞાનિકો અનુસાર,`આ ફૂલ 40-50 વર્ષ બાદ આવે છે, પરંતુ જ્યારે આવે છે ત્યારે એક સાથે મોટી સંખ્યામાં આવે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે. જ્યારે વાંસ પર ખાલેલા ફૂલ સુકાઇ જાય ત્યારે તે સુકાયેલા ફૂલનાં બીજમાંથી પણ ખરે છે. જંગલમાં રહેતા લોકો આ ખરેલા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.'

બસ્તરના વનવિભાગના અધિકારીઓ પણ વૈજ્ઞાનિકોની વાત સાથે સહેમત છે. તેમનું માનવું છે કે,`અમુક વૃક્ષો પર આવતા ફૂલોનો એક ચોક્કસ સમય હોય છે, અને તે ફૂલો તેના સમયે જ આવે છે. વાંસ પર આવતા ફૂલોને લઇને ગામવાસીઓમાં જે માન્યતા છે તે ફક્ત અંધવિશ્વાસ છે. હકીકતમાં વર્ષ 1979માં વાંસ પર ફૂલો આવ્યાં અને સુંદર રીતે ખીલ્યાં હતા, તે જ વર્ષે દુકાળ આવ્યો હતો. આ માત્ર સંજોગ હતો, જેને ગામવાસીઓએ અંધશ્રદ્ધાનું રૂપ આપ્યું છે અને તેઓ તેનાથી ડરે છે.'

X
Due to drought that year after 40 years of flowering in the forest of Bastar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી