બ્રિટન / પૂર્વ દિવ્યાંગ સૈનિકે બેઠાં-બેઠાં 505 કિલો વજન ઉઠાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Differently-abled war veteran picks up 505 kg to make seated deadlift record

  • 21 વર્ષની ઉંમરે તેઓ આર્મીમાં જોડાયા હતા

divyabhaskar.com

May 22, 2019, 03:36 PM IST

અજબ-ગજબ ડેસ્ક: બ્રિટનના પૂર્વ સૈનિક માર્ટિન ટોયે દિવ્યાંગ હોવા છતાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. માર્ટિને બેઠાં-બેઠાં જ 505 કિલો વજન ઉઠાવ્યું હતું. સેનામાં સેવા આપતી વખતે તેમણે એક પગ ગુમાવી દીધો હતો.

દિવ્યાંગ માર્ટિને આ રેકોર્ડ પર કહ્યું કે, હું દુનિયાને બતાવવા માગતો હતો કે દિવ્યાંગ લોકો કંઈ પણ કરી શકે છે. હું માનું છું કે, અમે તે થોડી અલગ રીતથી કરીએ છીએ. અમારી અલગ રીતને લીધે શું અમે બધા નબળાં છીએ?

આની પહેલાં એડી હોલે 500 કિલો વજન ઉઠાવીને 'વર્લ્ડ્સ સ્ટ્રોંગેસ્ટ મેન 2017' નું ટાઇટલ મેળવ્યું હતું. એડી કરતાં 5 કિલો વધારે વજન ઉઠાવીને માર્ટિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

આ ઇવેન્ટનું આયોજન 6 મે ના રોજ ઇંગ્લેન્ડના વ્રેક્ષોલ ગામમાં થયું હતું. સ્થાનિક મીડિયા પ્રમાણે, માર્ટિન આર્મીમાં લાન્સકોર્પોરલ (લશ્કરમાં નાયકથી નીચેની પદવીનો હોદ્દેદાર)ની પોસ્ટ પર કાર્યરત હતા. માત્ર 21 વર્ષની ઉંમરે તેઓ આર્મીમાં જોડાયા હતા. વર્ષ 2009માં માર્ટિનનું પોસ્ટિંગ અફઘાનિસ્તાનમાં હતું, ત્યારે એક બોમ્બરે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓ એક પગ ગુમાવી કાયમ માટે વિકલાંગ બની ગયા હતા.

X
Differently-abled war veteran picks up 505 kg to make seated deadlift record
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી