દેશી જુગાડ / કારને ગરમી સામે રક્ષણ આપવા માટે અમદાવાદી મહિલાએ તેને ગાયનાં છાણથી લીંપી દીધી

As temperatures rise, Ahmedabad car owner allegedly coats vehicle with cow dung to cool it

divyabhaskar.com

May 23, 2019, 10:54 AM IST

અજબ-ગજબ ડેસ્ક: ગરમીથી બચવા માટે લોકો આપણે સપનામાં પણ વિચાર્યા ન હોય તેવા અખતરાં કરતા હોય છે. ટેમ્પરેચર વધવાની સાથે જ લોકો ગરમીથી બચવા માટે કોઈ નવા જુગાડ શોધી લે છે. ફેસબુકમાં એક અમદાવાદની મહિલાએ પોસ્ટ કરેલો ફોટો ઘણો વાઇરલ થઇ રહ્યો છે. આ મહાશયે ગરમીથી બચવા તેની કારને ગાયનાં છાણથી લીંપી દીધી છે.

છાણનું પ્લાસ્ટર

સેજલ શાહ નામની મહિલાએ તેમની આ અનોખી ટોયોટા કારનો ફોટો ફેસબુકમાં પોસ્ટ કર્યો હતો. જેમાં કારના ગ્લાસ સિવાય બાકીના બધા ભાગ પર ગાયના છાણનું લીપણ કરેલું છે. રૂપેશ ગૌરાંગ દાસે આ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મેં અત્યાર સુધી ગાયનાં છાણનો આ પ્રકારનો ઉપયોગ ક્યારેય નથી જોયો. આ ફોટો અમદાવાદનો છે, જ્યાં 45 ડિગ્રી ગરમીના ટેમ્પરેચરથી પોતાની કારને બચાવવા માટે મિસિસ સેજલ શાહે તેની પર ગાયનાં છાણનું પ્લાસ્ટર કરી દીધું છે. ખૂબ જ અદ્દભૂત ઠંડકનો પ્રયોગ!

બે ફોટામાં સેડાન ટોયોટા કાર પર ગાયના છાણનું લેયર જોઈ શકાય છે.

પ્રતિક્રિયા
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર તો અમુક લોકો આવી અટપટી પોસ્ટ પર પ્રતિક્રિયા આપવા માટે તૈયાર જ બેઠા હોય છે. એક યુઝરે પૂછ્યું કે, આવું કરવાથી કારના માલિકને ડ્રાઈવ કરતી વખતે ગાયનાં છાણની વાંસ નથી આવતી? તો બીજી તરફ અમુક લોકોએ પૂછી રહ્યા છે કે, કારમાં આ રીતે કુદરતી ઠંડક મેળવવા માટે છાણનાં કેટલા લેયર કરવા પડે?

X
As temperatures rise, Ahmedabad car owner allegedly coats vehicle with cow dung to cool it
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી