ના હોય / એન્જિનિયર પતિએ ચોટલી ન કપાવી તો એમબીએ પત્નીએ છૂટાછેડા માગ્યા

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

  • બ્રાહ્મણ યુવકનું દામ્પત્યજીવન ચોટલીને કારણે તૂટવાને આરે 
  • પત્નીની દલીલ- ચોટલીથી પતિ ગામઠી દેખાય છે 
  • પતિ કહે છે-તેણે માનતા રાખી છે, ચોટલી તેના મોતની સાથે જ જશે 

divyabhaskar.com

May 14, 2019, 08:46 AM IST

અજબ-ગજબ ડેસ્ક: મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં એક બ્રાહ્મણ યુવકની ચોટલી (શિખા) તેના માટે મુશ્કેલીનું કારણ બની છે. સ્થિતિ એ છે કે, તેનું દામ્પત્યજીવન તૂટવાને આરે છે. પત્નીએ ચોટલીને કારણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી છે. તેની દલીલ છે કે, ચોટલીને કારણે પતિ ગામઠી દેખાય છે અને પિયરવાળા તેની મજાક ઉડાવે છે. તેનાથી બહુ અપમાનિત થવું પડે છે. જ્યારે પતિનું કહેવું છે કે તેણે ચોટલી રાખવાની માનતા રાખી છે અને તે તેના મોતની સાથે જ જશે.

પતિને પંડિતજી કહીને લોકો ચીડવે છે
મામલો ફેમિલી કોર્ટના કાઉન્સિલર સરિતા રાજાનીએ જણાવ્યું કે, મહિલાનાં લગ્ન ત્રણ વર્ષ પહેલાં 2 ફેબ્રુઆરી, 2016માં થયાં હતાં. શરૂઆતમાં બધું સારું હતું પરંતુ બે વર્ષ બાદ સાસુ-સસરાનું અકસ્માતમાં મોત થતાં યુવકે કર્મકાંડ પછી ચોટલી રાખી લીધી પરંતુ પાછળથી નહીં કપાવતા પત્નીએ ટોકવાનું શરૂ કર્યું અને તે પછી ઝઘડા થવા લાગ્યા. પત્નીનું કહેવું છે કે બધા તેના પતિને પંડિતજી કહેવા લાગ્યા છે. જે તેને ગમતું નથી. પિયરમાં બધા લોકો એની મજાક ઊડાવે છે.

યુવકે માતા-પિતાના મૃત્યુ પછી સંકલ્પ કર્યો
યુવકનું કહેવું છે કે, તેણે માતા-પિતાના મૃત્યુ પછી ચોટલી રાખવાનો સંકલ્પ લીધો હતો અને તે તેની ધાર્મિક માન્યતા છે. તે પરિવારનો એક માત્ર પુત્ર હોવાથી તેને તમામ માન્યતાનું પાલન કરવું પડે છે. વળી તેનાથી તેને સુખ પણ મળે છે. આ મામલે બીજી વાર પણ કાઉન્સિલિંગ ચાલુ છે.

X
પ્રતિકાત્મક ફોટોપ્રતિકાત્મક ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી