ઉપલબ્ધિ / અમેરિકન સ્ટુડન્ટે કાગળના વિમાનને 56 મીટર લંબાઇ સુધી ઉડાડીને પેપર પ્લેન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત મેળવી

American studied the paper plane up to 56 meters in length to win the Paper Planet World Championship
American studied the paper plane up to 56 meters in length to win the Paper Planet World Championship

  • ભારત સહિત 61 દેશોની 380 યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સે પાર્ટ લીધો હતો
  • પેપર પ્લેન વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ અમેરિકાના જેક હાર્ડીએ મેળવ્યું હતું

divyabhaskar.com

May 20, 2019, 02:05 PM IST

અજબ ગજબ ડેસ્કઃ

બાળકો પેપર પ્લેન બનાવીને ઉડાડતા હોય છે, તે સાથે કોનું પ્લેન વધુ ઉંચાઇએ ઊડે તેવી કોમ્પિટિશન પણ કરતાં હોય છે. પરંતુ આ પ્રકારની કોમ્પિટિશન ફક્ત બાળકો વચ્ચે જ નહીં પણ વર્લ્ડ લેવલે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ વચ્ચે પણ યોજાય છે. ઓસ્ટ્રિયાના વિયેના ખાતે પેપર પ્લેન વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઇ હતી. અહીં ભારત સહિત 61 દેશોની 380 યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સે પાર્ટ લીધો હતો. ત્રણ કેટેગરીમાં યોજાયેલી આ પ્રતિયોગિતામાં સ્પર્ધકોએ જાતે કાગળનાં પ્લેન બનાવીને ઉડાડ્યાં હતાં.

પેપર પ્લેન વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ અમેરિકાના જેક હાર્ડીએ જીત્યું હતું. તેણે ઉડાડેલું કાગળનું વિમાન છેક 56.61 મીટર દૂર ગયું હતું. ત્યાં સર્બિયાના લેજર નામના સ્પર્ધકે બીજું અને સ્લોવેનિયાના રોબર્ટે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. લેજરના વિમાને હવામાં 52.28 મીટર અને રોબર્ટના વિમાને 46.36 મીટરનું અંતર કાપ્યું હતું. એનર્જી ડ્રિન્ક બનાવતી ઓસ્ટ્રિયાઇ કંપની રેડબુલે આ પ્રકારની ચેમ્પિયનશિપનું આયોજન પહેલી વખત 2006માં કર્યું હતું.

આ વિમાન એ-4 સાઇઝના પેપરથી બનાવવામાં આવે છે
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સામેલ થયા પહેલાં સ્પર્ધકો પોતાની કિટ (કાતર, ટેપ, સજાવટનો સામાન, ગુંદર) લઇને પહોંચ્યા હતા. આયોજક તેમને એ-4 સાઇઝનો કાગળ આપે છે. સ્પર્ધકોએ સ્થળ પર જાતે જ તે કાગળમાંથી પ્લેન બનાવવાનું હોય છે, તેઓને વિવિધ પ્રકારની પ્લેનની ડિઝાઇન બનાવવાની છૂટ પણ આપવામાં આવી હતી. સ્પર્ધકોને કોઇપણ રીતે એટલે કે દોડીને કે કોઇ સાધનની મદદથી વિમાન ઉડાડવાની છૂટ આપવામાં આવી હતી.

X
American studied the paper plane up to 56 meters in length to win the Paper Planet World Championship
American studied the paper plane up to 56 meters in length to win the Paper Planet World Championship
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી