અમેરિકા / એમેઝોને તેના કર્મચારીઓને કહ્યું-નોકરી છોડો અને ડિલિવરી બિઝનેસ શરુ કરો, રૂપિયા કંપની આપશે

Amazon told its employees- Leave the job and start the delivery business

  • ડિલિવરી બિઝનેસ શરુ કરવા એક કર્મચારીને 7 લાખ રૂપિયા કંપની તરફથી મળશે
  • 3 મહિનાનો પગાર મફત આપશે
  • સામાનની ડિલિવરી ઝડપી કરવા માટે ઓફર આપી

divyabhaskar.com

May 14, 2019, 12:27 PM IST

અજબ-ગજબ ડેસ્ક: દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોને તેના કર્મચારી માટે લોભામણી ઓફર બહાર પાડી છે. કંપની તેના સામાનની ડિલિવરીની સ્પીડ વધુ ઝડપી કરવા માગે છે. હાલ એમેઝોનના પ્રાઈમ મેમ્બર્સને ઓર્ડર આપ્યા બાદ સામાનની ડિલિવરી 2 દિવસમાં મળે છે. આ 2 દિવસને બદલે કસ્ટમરને 1 દિવસમાં સામાન મળી જાય તેવું એમેઝોન ઇરછે છે. એમેઝોન કંપનીએ તેના કર્મચારીઓ માટે ઓફર આપી કે, 'નોકરી છોડો અને ડિલિવરી બિઝનેસ શરુ કરો.'

ધંધાની ઓફર
આ ઓફરમાં કંપની ડિલિવરી બિઝનેસ સ્ટાર્ટ કરવા માગતા વર્કરને 7 લાખ રૂપિયા આપશે. જે લોકો આ ઓફરનો સ્વીકાર કરશે તેમને 3 મહિનાનો પગાર મફત મળશે. અત્યારે જોવા જઈએ તો, એમેઝોન મોટા ભાગની ડિલિવરી પોસ્ટ ઓફિસ અને કુરિયર મારફતે કરે છે. ડિલિવરી બિઝનેસ પર પણ એમેઝોન પોતાનો કન્ટ્રોલ ઈચ્છે છે. આ જ કારણે આ સ્કીમ તેના કર્મચારીઓને આપી છે.

ઓફરની વાત કરીએ તો, તે પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ એમ બંને કર્મચારીઓને લાગુ પડે છે. વર્ષ 2018માં પણ એમેઝોને એક સ્કીમ શરુ કરી હતી, જેમાં સેનામાંથી રિટાયર્ડ થયેલા લોકોને ધંધો શરુ કરવા 7 લાખ રૂપિયા કંપની આપતી હતી. અત્યાર સુધી આ ઓફરથી 200 લોકોએ ડિલિવરી બિઝનેસ શરુ કર્યો છે.

X
Amazon told its employees- Leave the job and start the delivery business
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી