ના હોય / દોઢ કલાકના ઓપરેશન બાદ 44 વર્ષના માનસિક રોગીના પેટમાંથી 100 ગ્રામની 115 લોખંડની ખીલીઓ નીકળી

After one and a half hour operation, 115 iron nails of 100 grams from a 44-year-old mental stomach

divyabhaskar.com

May 14, 2019, 01:13 PM IST

અજબ-ગજબ ડેસ્કઃ સોમવારે રાજસ્થાનના બુંદી શહેરમાં જિલ્લા હોસ્પિટલની ડૉક્ટરોની ટીમે ભેગા થઈને 44 વર્ષના માનસિક રોગથી પીડાતા દર્દીના પેટમાંથી 115 લોખંડની ખીલીઓ કાઢી હતી. મોટી સંખ્યામાં ખીલી જોઈને ઓપરેશન કરનારા ડૉક્ટર પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા, કે આટલી બધી ખીલીઓ દર્દીએ કેવી રીતે ગળી હશે!

જિલ્લા હોસ્પિટલના સર્જન ડૉ. અનિલ સૈનીના નેતૃત્વ હેઠળ 44 વર્ષીય ભોલાશંકરનું ઓપરેશન દોઢ કલાક ચાલ્યું હતું. દર્દીના પિતા મદનલાલે કહ્યું કે, મારો દીકરો 20 વર્ષ પહેલાં બગીચાનું કામ કરતો હતો. તેને કેટલાય સમયથી પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હતી. ડૉક્ટર પાસે એક્સ-રે કરાવતાં માલૂમ પડ્યું કે, તેના પેટમાં મોટી સંખ્યામાં લોખંડની ખીલીઓ છે.

44 વર્ષના ભોલાશંકરના પેટમાંથી કુલ 100 ગ્રામ જેટલી 115 લોખંડની ખીલીઓ નીકળી હતી. ઓપરેશન બાદ તેની તબિયત હાલ સુધારા પર છે.

X
After one and a half hour operation, 115 iron nails of 100 grams from a 44-year-old mental stomach
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી