બેસ્ટ પ્રપોઝલ / 7641 ફૂટ ઊંચા સક્રિય જ્વાળામુખીની ટોચ પર જઈને ગર્લફ્રેન્ડને પૂછ્યું- શું મારી સાથે લગ્ન કરીશ?, જવાબમાં 'હા' મળી

Adventurer gets down on one knee at the top of 7,600ft volcano and proposes to his girlfriend
Adventurer gets down on one knee at the top of 7,600ft volcano and proposes to his girlfriend
Adventurer gets down on one knee at the top of 7,600ft volcano and proposes to his girlfriend
X

  • કેનેડાનું કપલ ટ્રાવેલ બ્લોગ ચલાવે છે
  • કોમન મિત્રોને લીધે પ્રથમ મુલાકાત થઈ હતી

divyabhaskar.com

May 22, 2019, 01:29 PM IST

અજબ-ગજબ ડેસ્ક: દુનિયાની કોઈપણ વ્યક્તિ લગ્નની પ્રપોઝલને ખાસ બનાવવામાં માટે કોઈએ ન કર્યું હોય તેવું ડિફરન્ટ કરવા મથતી હોય છે. કેનેડાનો યુવક જેરેડે તેની ગર્લફ્રેન્ડને સક્રિય જ્વાળામુખીની ટોચ  પર લઇ જઈને મેરેજ માટે પ્રપોઝ કરી હતી. જેરેડની ગર્લફ્રેન્ડ એલિસન આ રીતનો લગ્ન પ્રસ્તાવ જોઈને ચોંકી ગઈ હતી.

જેરેડ અને એલિસન

1. લગ્નની પ્રપોઝલ

જેરેડ અને એલિસન થોડા સમય પહેલાં ઇન્ડોનેશિયાની ટૂર પર ગયા હતા. ત્યાં આ કપલે માઉન્ટ બ્રોમોનું ચડાણ કરવાનું નક્કી કર્યું હતું, જે ઇન્ડોનેશિયાનો સક્રિય જ્વાળામુખી છે. બંનેએ હિંમત રાખીને 7641 ફૂટ ઊંચા પહાડ માટેનું ચડાણ શરુ કર્યું. જેવા બંને જ્વાળામુખીના કિનારા પર પહોંચી ગયા ત્યાં જેરેડ તેના ઘૂંટણ પર બેસી ગયો અને સગાઈની રિંગ એલિસન સામે મૂકીને પૂછ્યું-શું તું મારી સાથે લગ્ન કરીશ? થોડા સમય માટે તો એલિસનને કંઈ ખબર જ ન પડી કે તે સપનું જોઈ રહી છે કે આ હકીકત છે!! અમુક પળ પછી એલિસન તેના બોયફ્રેન્ડ જેરેડને ભેટી પડી અને લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો.

2. અવર મુવિંગ રૂટ્સ નામનો ટ્રાવેલ બ્લોગ

કેનેડાના આ કપલની મુલાકાત સૌ પ્રથમ ઓટાવા શહેરમાં  ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ દરમિયાન થઈ હતી. બંને ટ્રાવેલિંગ અને ટ્રેકિંગના શોખીન છે આથી તેમની મિત્રતા થતા સમય ન લાગ્યો. ત્યારબાદ તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા. હાલ આ કપલ અવર મુવિંગ રૂટ્સ નામનો ટ્રાવેલ બ્લોગ ચલાવે છે. આ બ્લોગ પર જેરડે કરેલા અનોખા મેરેજ પ્રોપોઝલનો વીડિયો મૂક્યો છે.

3. પ્રપોઝલ વીડિયો

વીડિયો નીચે જેરેડે લખ્યું છે કે, 6 ફેબ્રુઆરી 2019નો દિવસ સ્માર માટે યાદગાર હતો. આ દિવસે અમે બંને પ્રથમ વખત કોઈ જ્વાળામુખીનું ચડાણ કરવા જઈ રહ્યાં હતાં. જો કે, એલિસનને ખબર નહોતી કે હું તેને બીજું એક ખાસ સરપ્રાઈઝ પણ આપવાનો છું. જેવા અમે માઉન્ટ બ્રોમોની ટોચ પર પહોંચ્યા, એલિસન આજુબાજુના કુદરતી સૌંદર્યને જોઈને ખુશ થઇ રહી હતી ત્યાં મેં ઘૂંટણ પર બેસીને તેની સામે લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો. એક તરફ જ્વાળામુખીમાંથી નીકળી રહેલો ધુમાડો એન બીજી તરફ મારી પ્રપોઝલ આ બંનેને લીધે એલિસનને મોટો ઝાટકો લાગ્યો હતો. થોડા સમય બાદ તેની આંખમાંથી ખુશીનાં આંસું આવી ગયા અને મને 'હા' કહીને ગળે વળગી પડી.

4. નસીબદાર

અમે બંને નસીબદાર છીએ કે અમને એડવેન્ચર પસંદ છે. અમે અમારા શોખ એકબીજાની સાથે પૂરા કરી શકીશું. અમે અમારા મિત્રો જેની અને સ્તુનો પણ આભાર માનીએ છીએ જેના લીધે અમારી મુલાકાત થઈ.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી