સાઉથ આફ્રિકા / 27 વર્ષનો વિદ્યાર્થી KFC રેસ્ટોરાંમાં નકલી મેનેજર બનીને એક વર્ષ સુધી મફત જમ્યો

A 27-year-old student became a fake manager in KFC restaurants and got a free meal for up to a year

  • ફૂડ ચેક કરવા આવ્યો હોવાનું કહીને ફ્રીમાં જમીને જતો રહેતો
  • શહેરની બધી બ્રાન્ચના સ્ટાફ મેમ્બરને ખોટી સ્ટોરી કહેતો

divyabhaskar.com

May 14, 2019, 10:53 AM IST

અજબ-ગજબ ડેસ્ક: અમુક લોકો મફતમાં ખાવાનો કોઈ મોકો લોકો બાકી નથી રાખતા, પછી ભલે તે માટે કોઈ પણ પરાક્રમ કરવું પડે! છેલ્લા એક વર્ષથી સાઉથ આફ્રિકામાં 27 વર્ષનો વિદ્યાર્થી પોતે મેનેજર હોવાનું કહીને KFC(કેન્ટકી ફ્રાઈડ ચિકન)નો ભરપૂર પ્રમાણમાં ફાયદો ઉઠાવતો હતો. આ યુવક સ્ટાફને પોતે હેડક્વાર્ટરમાંથી આવ્યો હોવાની ખોટી વાત કહીને ફ્રીમાં ખાઈને નીકળી જતો હતો.

ખોટી સ્ટોરી
આ મહાશય KFCની માત્ર એક રેસ્ટોરાં જ નહીં, પણ તેની બધી બ્રાન્ચમાં લોકોને બેવકૂફ બનાવી ચૂક્યો છે. એક વર્ષ સુધી પકડાઈ જવાની બીક રાખ્યા વગર તે જમીને ચૂપચાપ નીકળી જતો હતો. તે સાઉથ આફ્રિકાની ક્વાઝુલુ-નટલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે. દરેક શોપમાં તે એકની એક જ સ્ટોરી સ્ટાફ મેમ્બરને કહીને પોતાની જાળમાં ફસાવી લેતો હતો.

જોરદાર એક્ટિંગ
કેએફસીના સ્ટાફ મેમ્બરે અંગ્રેજી મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, જ્યારે તે શોપમાં આવતો હતો ત્યારે અમે બધા એકદમ વ્યવસ્થિત રીતે કામ કરતા હતા. પોતે કેએફસીના હેડક્વાર્ટરમાંથી ફૂડની ક્વોલિટી ચેક કરવા આવ્યો છે, તેવું અમને કહેતો હતો. તે એટલી જોરદાર એક્ટિંગ કરતો કે અમને અને બીજી બ્રાન્ચના કોઈ સ્ટાફ મેમ્બરને તેની પર શંકા નહોતી ગઈ. ફૂડ ટેસ્ટ કરવાનું કહીને તે એકસાથે ઘણું બધું ખાઈ હતો હતો.

સોશિયલ મીડિયામાં વાઇરલ

South African man arrested for eating at KFC free for a year by saying head office sent him to taste if they are up to standard. pic.twitter.com/1V4eD7IR2i

— The African Voice (@teddyeugene) May 12, 2019

આ સ્ટોરી સૌ પ્રથમ કેન્યાના એક પત્રકારે 'ધ આફ્રિકન વોઇસ' એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી. અત્યાર સુધી આ પોસ્ટને લોકોએ 22 હજાર લાઈક અને 10 હજાર વખત રિટ્વીટ કરી છે.દુનિયાભરમાં આ મહાશય સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયો છે. ઘણા લોકો તેના પરાક્રમને બહાદુરી કહે છે, અમુક લોકોએ કહ્યું કે, કેએફસી કંપનીએ તેને નોકરીમાં રાખી દેવો જોઈએ.

KFC દુનિયાની બીજા નંબરની સૌથી મોટી ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં છે.

X
A 27-year-old student became a fake manager in KFC restaurants and got a free meal for up to a year
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી