વાઇરલ વીડિયો / તેલંગાણામાં ઓટોરિક્ષામાંથી મહિલાઓ અને બાળકો સહિત 24 પેસેન્જર્સ ઉતર્યા, યુઝર્સે કહ્યું- આ તો વર્લ્ડ રેકોર્ડ જ છે

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો
Viral video shows 24 people in an autorickshaw in Telangana. World record, says Internet

Divyabhaskar.com

Aug 13, 2019, 05:03 PM IST

ભોંગીર: અત્યાર સુધી તમે કેટલા હાઇએસ્ટ પેસેન્જર રિક્ષામાં બેઠેલા જોયા છે? 6,7,8..? સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા તેલંગાણાના ભોંગીર શહેરના વીડિયોમાં રિક્ષામાંથી 24 પેસેન્જર ઉતર્યા હતા. જી, હા 24 પેસેન્જર્સમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. વીડિયોએ સૌ કોઈની બોલતી બંધ કરી દીધી છે.

પત્રકાર આશિષે તેને ટ્વિટર અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. દોઢ મિનિટના વીડિયોમાં એક પછી એક પસેન્જર રિક્ષામાંથી ઊતરી રહ્યા છે. વીડિયો જોનારને એમ લાગે કે હવે છેલ્લો પેસેન્જર આવશે, પણ કુલ 24 લોકો રિક્ષામાંથી ઉતરે છે. આશિષે વીડિયો સાથે કેપ્શન લખ્યું છે કે, મોટર વ્હીકલ્સ 2019એ વધારે પેસેન્જર ભરવા બદલ આ ઓટો ડ્રાઇવર પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલવો જોઈએ. એક ઇન્ટરનેટ યુઝર્સે કમેન્ટમાં લખ્યું છે કે, આ તો વર્લ્ડ રેકોર્ડ જ છે. તો અન્યએ લખ્યું કે, ઓટો ડ્રાઇવર કેરલેસ છે.

ઓવરલોડ રિક્ષાના કિસ્સાની રાજ્યમાં કોઈ નવાઈ નથી. આ મહિનાની શરૂઆતમાં જ તેલંગણાના મહબૂબનગર શહેરમાં 15 શ્રમિકોનું મૃત્યુ થયું હતું. 15 શ્રમિકો ભરેલી રિક્ષાનો ટ્રક સાથે અકસ્માત થયો હતો અને ઘટનાસ્થળે જ બધા પેસેન્જર મૃત્યુ પામ્યા હતા.

X
પ્રતીકાત્મક ફોટોપ્રતીકાત્મક ફોટો
Viral video shows 24 people in an autorickshaw in Telangana. World record, says Internet
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી