વારાણસી / ડુંગળીનાં દુકાનદારની સ્કીમ-આધારકાર્ડ ગીરવે મૂકો અને ડુંગળી લોન પર લઈ જાઓ

Varanasi shops give onions on loan by keeping Aadhaar Card as mortgage

  • દેશભરમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાથી પણ વધી ગયો છે
  • ડુંગળીનાં દુકાનદારની આ સ્કીમ પાછળનો હેતુ વધતા ભાવ સામે વિરોધ કરવાનો છે

Divyabhaskar.com

Dec 01, 2019, 12:13 PM IST

વારાણસી: દેશમાં એકબાજુ ડુંગળીના ભાવ ઘટવાનું નામ લઇ રહ્યા નથી તેવામાં દુકાનદારો ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ જુગાડ અપનાવી રહ્યા છે. વારાણસીમાં એક દુકાનદાર ગ્રાહકોને ડુંગળીની લોન આપી રહ્યો છે અને તેની બદલામાં તેનું આધાર કાર્ડ પોતાની સાથે રાખે છે.

ગ્રાહક આધારકાર્ડની બદલે ચાંદીના ઘરેણાં પણ મૂકી શકે છે
આ દુકાનદાર સમાજવાદી પાર્ટીનો વર્કર છે. તેણે મીડિયાને જણાવ્યું કે, ડુંગળીના વધતા જતા ભાવ સામે વિરોધ દર્શાવવા માટે અમે આ પ્રકારે ડુંગળી વેચવાનું વિચાર્યું છે. અમે ગ્રાહકોને ચાંદીના ઘરેણાં કે આધાર કાર્ડ ગીરવી રાખવાનું કહીને તેમને ડુંગળી લોનથી આપીએ છીએ. અમુક દુકાનોએ ડુંગળી માટે સ્પેશિયલ લોકર પણ ખોલ્યા છે.

X
Varanasi shops give onions on loan by keeping Aadhaar Card as mortgage

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી