ના હોય / વડોદરાના વ્યક્તિએ મોટર વ્હીકલ એક્ટને લઈને પોતાનાં હેલ્મેટ પર બાઈકના ડોક્યુમેન્ટ ચોંટાડી દીધા

Vadodara man pastes all bike documents on helmet to beat Motor Vehicles Act: No fine now
Vadodara man pastes all bike documents on helmet to beat Motor Vehicles Act: No fine now
Vadodara man pastes all bike documents on helmet to beat Motor Vehicles Act: No fine now

  • ગુજરાત સિવાય અન્ય રાજ્યના લોકો નિયમ ભંગ કરવા બદલ તગડો દંડ ભરી રહ્યા છે
     
Divyabhaskar.com

Sep 10, 2019, 12:48 PM IST

વડોદરા: છેલ્લા ઘણા દિવસથી દેશમાં મોટર વ્હીકલ એક્ટને લઈને ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ તગડો દંડ ભરી રહ્યા છે. આ તગડી રકમના દંડના સમાચાર પણ સોશિયલ મીડિયામાં ઘણા વાઇરલ થઈ રહ્યા છે. વડોદરાના એક વ્યક્તિએ દંડ ન ભરવો પડે માટે અનોખો જુગાડ શોધી લીધો છે.

ઇન્સ્યોરન્સ એજન્ટ રામ શાહ હંમેશાં તેમની નોકરી પર જવા માટે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. તેમણે ટ્રાફિક પોલીસ ક્યાંય રસ્તા પર રોકે નહીં તે માટે ડ્રાઈવિંગ લાઇસન્સ, પીયુસી સર્ટિફિકેટ અને ઇન્સ્યોરન્સ સ્લિપ તેમના હેલ્મેટ પર ચોંટાડી દીધી છે.

રામ શાહે પોતાના આ આઈડિયા વિશે કહ્યું કે, આમ કરવાથી બધા ડોક્યુમેન્ટ હંમેશાં મારી સાથે જ રહેશે અને મારે ક્યારેય ટ્રાફિક પોલીસને જોઈને રસ્તા પર ભાગવું નહીં પડે. એટલું જ નહીં, પણ ટ્રાફિક પોલીસ મારી પાસેથી કોઈ દંડ પણ નહીં માગે.

આવનારા દિવસોમાં ગુજરાત સરકાર પણ ટ્રાફિકના નવા નિયમો લાવવાની છે. આ નિયમનો જો કોઈ ભંગ કરશે તો તેમને તગડો દંડ ભરવો પડશે. જો કે, હજુ સુધી ગુજરાતમાં દંડની કિંમત નક્કી થઈ નથી.

X
Vadodara man pastes all bike documents on helmet to beat Motor Vehicles Act: No fine now
Vadodara man pastes all bike documents on helmet to beat Motor Vehicles Act: No fine now
Vadodara man pastes all bike documents on helmet to beat Motor Vehicles Act: No fine now
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી