ઉત્તરાખંડના 132 ગામમાં છેલ્લા ત્રણ મહિનામાં 216 બેબી બોય જ જન્મ્યા, એક પણ દીકરી જન્મી નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • સામાજિક કાર્યકરોને આ કેસમાં કન્યા ભ્રૂણ હત્યા પર શંકા ગઈ છે

દેહરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના 132 ગામમાં જન્મના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં આ ગામોમાં 216 દીકરાના જન્મ થયા છે, દીકરીનો જન્મ ક્યાંય થયો નથી.

આ મામલે સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે, ઉત્તરકાશી જિલ્લાના 132 ગામમાં છેલ્લા 3 મહિનામાં જન્મેલા 216 બાળકોમાં એક પણ દીકરી ન હોવાનું કારણ જાણવા માટે અમે જિલ્લા અધિકારીઓને આદેશ આપ્યો છે. આ આંકડા ચોંકાવનારા છે. અમે 'બેટી બચાઓ, બેટી પઢાઓ' અભિયાનને લઈને પણ ચિંતિત છે. 

જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. આશિષ ચૌહાણે કહ્યું કે, એક પણ દીકરીનો જન્મ ન થવો એ કન્યા ભ્રૂણ હત્યાની શંકા પણ દર્શાવે છે, અથવા તો મામલો સંજોગને લીધે થયો હોય તેવું પણ બની શકે છે. અમે આગળ 6 મહિના ગામલોકો પર નજર રાખીશું. ભ્રૂણ હત્યા મામલે અમને હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. જો તેવું થયું હશે તો અમે આરોપી પરિવાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરીશું.

તો બીજી તરફ સામાજિક કાર્યકર કલ્પના ઠાકુરે દાવો કર્યો છે કે, દીકરીની સંખ્યા ન હોવી તે કન્યા ભ્રૂણ હત્યાનો સંકેત આપે છે. તમે આ મામલાને સંયોગ ન કહી શકાય. સરકાર અને પ્રશાસને પણ આ મામલે આંખ આડે કાન કરી દીધા છે.