ચીન / આત્મહત્યા કરવા માટે ટૂથબ્રશ ગળી ગયો હતો, 20 વર્ષ પછી ડોક્ટરોએ ઓપરેશન કરીને કાઢ્યું

Toothbrush swallowed to suicide, doctors removed operation 20 years later

  • લીએ 20 વર્ષ પહેલાં પોતે HIV  પોઝિટિવ હોવાથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
  • 51 વર્ષના લીને પેટમાં દુખાવો થતાં પેટ સ્કેન દરમિયાન આ બ્રશ વિશે ખબર પડી હતી

Divyabhaskar.com

Aug 13, 2019, 02:18 PM IST

બેઈજિંગ: ચીનની એક હોસ્પિટલમાં ડોક્ટરોએ એક દર્દીના આંતરડામાંથી ટૂથબ્રશ કાઢ્યું છે, જે તેણે 20 વર્ષ પહેલાં આત્મહત્યાના પ્રયાસ માટે ગળ્યું હતું. ગુઆંગડોંગ પ્રાંતના શેન્ઝેન શહેરની એક હોસ્પિટલમાં થોડાક દિવસ પહેલાં આ ઘટના સામે આવી હતી. ડોક્ટરોએ જણાવ્યુ કે, ‘અત્યાર સુધીમાં તેમની પાસે એવા દર્દીઓ આવ્યા છે જેઓ સિક્કા, લાઈટર અને કાતર ગળી ગયા હોય, પરંતુ ટૂથબ્રશ ગળવાનો કેસ પ્રથમ વાર સામે આવ્યો છે. કારણકે આ કેસમાં દર્દીએ જાણીજોઈને આત્મહત્યાના પ્રયાસ માટે ટૂથબ્રશ ગળ્યું હતું.
51 વર્ષના આ દર્દીએ પોતાનું નામ ‘લી’ જણાવ્યું છે. તેને જૂન મહિનાના અંતમાં પેટમાં ભારે દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ડોક્ટર્સને ‘લી‘ના સીટી સ્કેન દરમિયાન જાણવા મળ્યું કે તેના નાના આંતરડામાં કોઈક વસ્તુ છે.

ડોક્ટરોએ લીને આ મામલે પૂછતાં લી એ જણાવ્યું કે, ‘આ કદાચ 20 વર્ષ જૂનું ટૂથબ્રશ હોઈ શકે છે, જેને ગળીને મેં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે મને એચઆઇવી પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને તણાવમાં આવીને મેં ટૂથબ્રશ ગળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.’ લી એ આત્મહત્યાના અનેક પ્રયાસો કર્યા હતા બધા પ્રયાસ નિષ્ફળ જતાં તેણે ટૂથબ્રશ ગળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ ટૂથબ્રશ પણ તેના પેટમાં ટકી રહ્યું અને આટલાં વર્ષો સુધી લીને કોઈ નુકસાન થયું ન હતું.

વર્ષ 2014માં લીને પેટમાં દુખાવો થયો હતો અને તેણે દવાઓ પણ લીધી હતી. પરંતુ પેટનો દુખાવો વધી જતાં તેણે સીટીસ્કેન કરાવ્યું, જેથી આ ટૂથબ્રશની વાત સામે આવી હતી. લી જણાવે છે કે, ‘ટૂથબ્રશ ગળવાથી પણ મારો જીવ ન ગયો તો મેં એચઆઇવીની સારવાર કરાવીને નિયમિત દવાઓ લેવાનું શરૂ કર્યું. મારી જેલની સજા પૂરી થતાં જ મેં લગ્ન કર્યાં અને અત્યારે મારે 2 બાળકો પણ છે. ફેમિલી સાથે વ્યસ્ત થઈ જવાથી વર્ષો પહેલાં ગળેલા ટૂથબ્રશ વિશે ભૂલી ગયો હતો અને અચાનક પેટમાં થતાં દુખાવાએ તેની યાદ અપાવી હતી.

‘લી’ના ડોક્ટર લિયુ જણાવે છે કે, ‘ટૂથબ્રશ લીના પેટમાં અનેક વર્ષોથી હતું અને તે ધીરે ધીરે સરકીને નાના આંતરડામાં ફસાઈ ગયું હતું. લીની સારવાર સમયસર ન થઈ હોત તો, લીના લીવર સુધી આ ટૂથબ્રશ પહોંચી ગયું હોત. અમે યોગ્ય સમયે લીનું ઓપરેશન કર્યું અને ટૂથબ્રશને બહાર કાઢ્યું ત્યારે લીની હાલત થોડી નાજુક હતી અને તેના બધા બ્રિસલ્સ વિખેરાઈ ગયા હતા.’

X
Toothbrush swallowed to suicide, doctors removed operation 20 years later
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી