એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં 50થી વધારે રેપર્સ અને હિપ હોપ ગ્રૂપ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્લમ રેપર્સ આધારિત 'ગલી બોય' ફિલ્મ ઓસ્કાર માટે નોમિનેટ થઈ છે

મુંબઈ: મુંબઈસ્થિત એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીને અહીંના રેપર્સ એક નવી ઓળખ આપી રહ્યાં છે. તાજેતરમાં બોલિવૂડ ફિલ્મ 'ગલી બોય'ને ઓસ્કાર માટે નોમિનેટ કરાઈ હતી. આ ફિલ્મ સ્લમમાં રહેતા રેપર ડિવાઈન અને નેજી પર આધારિત છે. હાલમાં ઝૂંપડપટ્ટીમાં ધારાવી યુનાઈટેડ, ડોપાડેલિઝ, સેવન બન્ટાઈજ, ફાઈવ ડોગ્સ, એનિમીઝ જેવાં 50થી વધુ રેપર્સ કે હિપ હોપ ગ્રૂપ એક્ટિવ છે. અહીં 9 લોકોનું એક ગ્રૂપ છે ધારાવી યુનાઈટેડ. આ ગ્રૂપના કરણ અમીન કહે છે કે અમારા ગ્રૂપે ફિલ્મ કાલા, ગલી બોય, હિચકી, અનુરાગ કશ્યપની ફિલ્મ જૂ સહિત અનેક ફિલ્મોમાં રેપ તથા હિપ હોપ ગાયાં છે. અમે ધારાવીમાં રહેતા ત્રણ અલગ અલગ ગ્રૂપે મળીને ધારાવી યુનાઈટેડ નામનું એક ગ્રૂપ બનાવ્યું છે. અમારા રેપર્સને સોશિયલ મીડિયા પર ઓછામાં ઓછા 25 હજારથી વધુ લોકો પસંદ કરે છે. એટલું જ નહીં આ ગ્રૂપનું ફિલ્મ 'હિચકી'માં કરાયેલું રેપ 'મેમ જી ગો ઈઝ' યુવાઓ વચ્ચે ઘણું લોકપ્રિય રહ્યું હતું.
 

અન્ય સમાચારો પણ છે...