• Gujarati News
  • National
  • The Woman Opened Her Emergency Door Before The Plane Tookoff Due To Shortness Of Breath.

શ્વાસ રૂંધાતો હોવાથી મહિલાએ પ્લેન ટેકઓફ થાય તે પહેલાં ઇમર્જન્સી ડોર ખોલી દીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વુહાન: ચીનના વુહાન શહેરના તીયાન્હે એરપોર્ટ પર રનવે પર ઊભેલા એક વિમાનમાં સોમવારે અચાનક ભાગદોડ થઈ ગઈ હતી. આ ફ્લાઈટમાં અંદર બેઠેલી 50 વર્ષની મહિલાએ અચાનક પ્લેનનો ઇમર્જન્સી એક્ઝિટ ડોર ખોલી દીધો હતો. મહિલાએ કહ્યું કે, મારો શ્વાસ રૂંધાતો હતો, મારે ફ્રેશ હવા જોઈતી હતીએટલે મેં કંઈ વિચાર્યા વગર દરવાજો ખોલી દીધો.
જો કે, તે સમયે પ્લેન હજુ ટેકઓફ થયું નહોતું. આ કારણે કોઈ નુકસાન થયું નથી. પરંતુ અન્ય પેસેન્જરની સુરક્ષાને જોઈને પોલીસે મહિલાની ધરપકડ કરી દીધી હતી. ઝિયામેન એરલાઈનની ફ્લાઇટ નંબર  MF8215 વુહાન શહેરથી લેન્ઝાઉ શહેર તરફ ઉડાન ભરવા માટે ઊભી હતી. ફ્લાઇટ અટેન્ડન્ટ્સે ઇમર્જન્સી ગેટ ન ખોલવાની સૂચના આપી હતી. આ મહિલાના નામનો કોઈ ખુલાસો થયો નથી.

અન્ય સમાચારો પણ છે...