• Home
  • Ajab Gajab
  • Na Hoy
  • The employee, who was transferred before the marriage, sat on the dharna outside the office, the family completed the wedding ceremony at the same place

મહારાષ્ટ્ર / લગ્ન પહેલાં ટ્રાન્સફર થતા કર્મચારી ઓફિસ બહાર ધરણા પર બેઠો, પરિવારે તે જ સ્થળે લગ્નની વિધિ પૂરી કરી

The employee, who was transferred before the marriage, sat on the dharna outside the office, the family completed the wedding ceremony at the same place
The employee, who was transferred before the marriage, sat on the dharna outside the office, the family completed the wedding ceremony at the same place

  • કંપનીએ નિખિલનું ટ્રાન્સફર પૂણે કર્યું હતું

Divyabhaskar.com

Jul 20, 2019, 12:50 PM IST

મહારાષ્ટ્ર: અમરાવતી શહેરમાં એક વરરાજાનું ટ્રાન્સફર કંપનીએ લગ્ન પહેલાં બીજી જગ્યાએ કરી દેતા તે ધરણા પર બેસી ગયો હતો. ઉદાસ કર્મચારીએ ઓફિસની બહાર જ પોતાની માગ સ્વીકારવા ધરણા પર બેઠો હતો. શુક્રવારે તેના લગ્ન હતા. જીદ્દ પર અડગ રહેતા વરરાજાના પરિવારજનોએ ધરણા સ્થળ પર જ લગ્નની વિધિ પૂરી કરી હતી.

9 જુલાઈએ નિખિલનું ટ્રાન્સફર તેની કંપનીએ પૂણેમાં કરી દીધું હતું. આ વાતને લઈને તે પોતાના મિત્રો સાથે ધરણા પર બેઠો હતો. નિખિલે કહ્યું કે, જ્યાં સુધી મારું ટ્રાન્સફર રોકવામાં નહીં આવે, ત્યાં સુધી હું મારા ધરણા પૂરા નહીં કરું. વરરાજાની આ વાત સાંભળીને પરિવારે તેને ઘરે લઈ જવાને બદલે ત્યાં જ લગ્ન વિધિ કરી લીધી.મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત કર્મચારી ફેડરેશનના સંયુક્ત સચિવ લીલેશ્વરે કહ્યું કે, જો કંપની ટ્રાન્સફરનો નિયમ નહીં બદલે તો શુક્રવારે તેનો પરિવાર ધરણા સ્થળ પર જ તેમના દીકરાના લગ્ન કરાવશે.

X
The employee, who was transferred before the marriage, sat on the dharna outside the office, the family completed the wedding ceremony at the same place
The employee, who was transferred before the marriage, sat on the dharna outside the office, the family completed the wedding ceremony at the same place
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી