• Home
  • Ajab Gajab
  • Na Hoy
  • The driver of the Mumbai local train started urine on the railway track against the engine by keeping the train in order to urinate

શરમજનક ઘટના / મુંબઈ લોકલ ટ્રેનના ડ્રાઇવરે ટ્રેન ઊભી રાખીને એન્જિન સામે રેલવે ટ્રેક પર જ પેશાબ કર્યો

  • આ વીડિયો જોઈને યુઝર્સ ટ્રેનનાં એન્જિનમાં શૌચાલય બનાવવાની માગ કરી રહ્યા છે

Divyabhaskar.com

Jul 19, 2019, 04:41 PM IST

ઉલ્હાસનગર: તમે ઘણી વખત લોકોને રેલવે ટ્રેક પર પેશાબ કરતા તો જોયા હશે, પણ શું ક્યારેય તેના માટે કોઈએ ટ્રેન રોકી હોય તેવું સાંભળ્યું છે? જી હા, આવો જ એક મામલો બુધવારે મહારાષ્ટ્રના ઉલ્હાસપુર શહેરમાં સામે આવ્યો છે. મુંબઈ લોકલ ટ્રેનના ચાલકે ટ્રેન ઊભી રાખીને તેની સામે જ પેશાબ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં આ સમગ્ર ઘટનાનો વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. બુધવારે ઉલ્હાસપુરથી વિઠ્ઠલવાડી રેલવે સ્ટેશન વચ્ચે આ ઘટના બની છે. લોકલ ટ્રેન મુંબઈ તરફ જઈ રહી હતી તે દરમિયાન મોટરમેન એટલે કે ટ્રેનના ડ્રાઇવરે ટ્રેન રોકી અને કોઈ લાજ શરમ વિના તેની સામે જ પેશાબ કરી લીધો.

'ઘટનાની ફરીથી તપાસ થશે'
આ ઘટનાને નજરે જોનાર સોનુ સિંદેએ કહ્યું કે, હું એક લોકલ ન્યૂઝ ચેનલમાં નોકરી કરું છું. ઓફિસ જતી વખતે મેં જોયું કે મોટરમેને પેશાબ કરવા માટે ટ્રેન ઊભી રાખી અને મેં આ ઘટનાનો વીડિયો ઉતાર્યો. તો બીજી તરફ સિનિયર સેન્ટ્રલ રેલવે ઓફિસરે કહ્યું કે, વાઇરલ વીડિયો અમારી સુધી પહોંચી ગયો છે, પણ અમે આ ઘટનાની તપાસ કરીશું.

'મોટરમેનનો કોઈ વાંક નથી'
ટ્વિટર પર એક યુઝરે લખ્યું કે, રેલવે વિભાગે આ ઘટનાને મજાકની જેમ ઊડાવવાને બદલે ગંભીર રીતે લેવી જોઈએ. એન્જિનનમાં કામ કરતા મોટરમેન અને ગાર્ડ માટે શૌચાલયની વ્યવસ્થા કરવી જ જોઈએ. તો અન્ય યુઝરે કહ્યું કે, આ ઘટનામાં મોટરમેનનો કોઈ વાંક નથી. રેલવે વિભાગે એન્જિનમાં શૌચાલય બનાવવું જોઈએ. મને તો એ ખબર નથી પડતી કે, સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત સરકાર જરૂરી સ્થળો પર કેમ કરતી નથી!

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી