અમેરિકા / લગ્નના આગલે દિવસે વરરાજાએ રિંગ ખરીદવા બેંકમાં ચોરી કરી, મંગેતરના કહેવા પર સરેન્ડર કર્યું

texas groom robs bank day before wedding to pay for ring in US

  • 36 વર્ષીય હીથ બમ્પસ પાસે મેરેજનો ખર્ચો ઉઠાવવા માટે રૂપિયા નહોતા

Divyabhaskar.com

Oct 09, 2019, 04:25 PM IST

ટેક્સાસ: અમેરિકાના હ્યુસ્ટનથી આશરે 120 કિલોમીટર દૂર ગ્રોવટન શહેરમાં 36 વર્ષીય હીથ બમ્પસે પોતાના લગ્નનો ખર્ચો ઉઠાવવા અને વેડિંગ રિંગ ખરીદવા માટે બેન્ક લૂટી હતી, પોલસીએ જણાવ્યું કે હીથ પાસે મેરેજ રિંગ, રિસેપ્શન ને અન્ય ખર્ચો ઉઠાવવા માટે રૂપિયા નહોતા, પણ તેણે મંગેતરના કહેવા પર સરેન્ડર કરી દીધું હતું.

બેન્ક લૂટને લઈને પોલીસે એક સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું, જેથી લોકો તેને જલ્દી ઓળખી જાય. શુક્રવારે સવારે ગ્રોવટનની સીટીઝન સ્ટેટ બેંકમાં હથિયાર લઈને ગયો હતો અને બેન્ક કર્મીઓને ધમકાવીને પૈસાની ડિમાન્ડ કરી. તેણે રૂપિયા લૂંટ્યા અને જંગલની તરફ ભાગી ગયો. બમ્પ્સના લગ્ન બીજે દિવસે એટલે કે શનિવારે થવાના હતા.

સોશિયલ મીડિયા પર પોતાના મંગેતરને જોયો
હીથની મંગેતરે જણાવ્યું કે, મેં પોલીસે શેર કરેલા વીડિયોમાં મારા મંગેતરને જોયો. મેં તેને સમજાવ્યો જે પછી તે આત્મસમર્પણ કરવા માટે તૈયાર થઈ ગયો. બમ્પસે પોલીસને કહ્યું કે, મારી પાસે રિંગ ખરીદવા અને મેરેજ હોલ માટે રૂપિયા નહોતા જેથી મેં બેંકમાં ચોરી કરી હતી.

X
texas groom robs bank day before wedding to pay for ring in US
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી