લો બોલો / મેલબોર્નના 63 વર્ષીય ફિટનેસ ગુરુ દાદીમા યુવાનોને પણ શરમાવે તેવી કાયા ધરાવે છે

Super ripped 63-year-old grandma says her muscles help her land younger men

  • કસરત કરવાની શરૂઆત 48 વર્ષે કરી હતી

Divyabhaskar.com

Sep 08, 2019, 09:13 AM IST

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતા 63 વર્ષીય લેસ્લી મેક્સવેલ ફુલ-ટાઇમ ફિટનેસ પ્રોફેશનલ છે, જેઓ અઠવાડિયામાં 5 દિવસ એક કલાક નિયમિતપણે કસરત દ્વારા યુવાનોને પણ શરમાવે તેવું શરીરસૌષ્ઠવ ધરાવે છે. તેમના એક્સરસાઇઝ રૂટિનમાં ડેડલિફ્ટ્સ, સ્ક્વોટ્સ, ચેસ્ટ પ્રેસ અને એબ એક્સરસાઇઝ સહિતની કસરતો સામેલ છે. લેસ્લી હાલ સિંગલ છે. 13 વર્ષ નાના પતિ સાથે ડિવોર્સ લઇ ચૂક્યાં છે. તેમને ત્રણ પૌત્ર-પૌત્રી છે. તેમણે એક્સરસાઇઝ કરવાની શરૂઆત 48 વર્ષની ઉંમરે કરી હતી. લેસ્લીની કમનીય કાયાના કારણે તેમનાથી ઉંમરમાં ઘણા નાના પુરુષો પણ તેમને ડેટ કરવા તત્પર હોય છે, જેને તેઓ એક સુંદર અહેસાસ ગણાવે છે. લેસ્લીને ખડતલ રહેવું અને બોઇઝ સાથે એવી શરત લગાવવાનું અને જીતવાનું ગમે છે કે પોતે તેમનાથી વધુ વેઇટ લિફ્ટ કરી શકે છે. મેક-અપ આર્ટિસ્ટ રહી ચૂકેલાં લેસ્લી તેમના શરીરસૌષ્ઠવ માટે 30 જેટલા ટાઇટલ જીતી ચૂક્યાં છે. તન-મનથી યુવાન રહેવા તેઓ જંક ફૂડથી દૂર રહેવાની સલાહ આપે છે.

X
Super ripped 63-year-old grandma says her muscles help her land younger men
Super ripped 63-year-old grandma says her muscles help her land younger men
Super ripped 63-year-old grandma says her muscles help her land younger men
Super ripped 63-year-old grandma says her muscles help her land younger men
Super ripped 63-year-old grandma says her muscles help her land younger men
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી