અંધશ્રદ્ધા / સ્પેસ વૈજ્ઞાનિકો સફળ મિશન માટે વિચિત્ર નુસખા સાથેે પ્રાર્થના કરે છે

Space scientists pray To god for successful mission
ઈસરોના ચેરમેન ડો. કે. રાધાક્રિષ્ના
ઈસરોના ચેરમેન ડો. કે. રાધાક્રિષ્ના
ઈસરોના ચેરમેન ડો. કે. રાધાક્રિષ્ના
ઈસરોના ચેરમેન ડો. કે. રાધાક્રિષ્ના

  • ઈસરોના વિજ્ઞાની દરેક લૉન્ચ પહેલાં તિરુપતિ બાલાજી મંદિરે નાનકડું રોકેટ ચઢાવે છે 
  • અમેરિકાના વૈજ્ઞાનિકો મિશન લૉન્ચ પહેલાં મગફળી ખાય છે

Divyabhaskar.com

Jul 12, 2019, 09:21 AM IST

અજબ-ગજબ ડેસ્ક: હાલમાં જ કેટલાક લોકોએ ઈસરોના દરેક મિશન પહેલાં તિરુપતિ બાલાજી મંદિર જઈને પૂજા કરવાની પરંપરાની ટીકા કરી હતી. આ વખતે પણ 15 જુલાઈએ ચંદ્રયાન-2 મિશનના લૉન્ચિંગ પહેલાં ફરી આ‌વું કરવાની પૂરેપૂરી શક્યતા છે. એવામાં સવાલ ઊઠે છે કે વૈજ્ઞાનિકોની આવી આસ્થા કે અંધવિશ્વાસ યોગ્ય છે?

તમામ મશીનો અને યંત્રો પર વિભૂતિ-કુમકુમનું ત્રિપૂંડ કરે છે
ભારતરત્ન વિજ્ઞાની સીએનઆર રાવને પણ ઈસરોની આ પ્રથા યોગ્ય નથી લાગતી. ઈસરોના વિજ્ઞાનીઓ રોકેટ લૉન્ચ પહેલાં તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા કરીને ભગવાનને નાનકડા રોકેટનું મોડેલ ચઢાવે છે, જેથી મિશનમાં સફળતા મળે. ઈસરોના એક પૂર્વ ડિરેક્ટર દરેક લૉન્ચ પહેલાં નવું શર્ટ પહેરીને આવતા, જેથી આજેય બધા જ વિજ્ઞાનીઓ આ નિયમને અનુસરે છે. એટલું જ નહીં, ઈસરો સફળ લૉન્ચિંગ માટે તમામ મશીનો અને યંત્રો પર શિવજીના કપાળ પર હોય એવું વિભૂતિ-કુમકુમનું ત્રિપૂંડ પણ કરે છે.

મિશન લૉન્ચ પહેલાં વૈજ્ઞાનિકો મગફળી ખાય છે
તમને નવાઈ લાગશે કે આવા નુસખા કરનારું ઈસરો એકલું નથી. દુનિયામાં સૌથી વધુ સફળ મિશનો કરનારી અમેરિકન અવકાશ સંસ્થા નાસા અને રશિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો પણ જાતભાતના અંધવિશ્વાસ રાખે છે. અમેરિકાની અવકાશ સંસ્થા નાસા કોઈ પણ મિશન લૉન્ચ પહેલાં જેટ પ્રોપુલસન લેબમાં બેઠેલા વિજ્ઞાનીઓ મગફળી ખાય છે. 1960માં નાસાનું રેન્જર નામનું મિશન છ વાર નિષ્ફળ ગયું હતું. ત્યાર પછી સાતમું મિશન સફળ થયું તો માલુમ પડ્યું કે લેબમાં બેઠેલા વિજ્ઞાની મગફળી ખાતા હતા. ત્યારથી બીજા વૈજ્ઞાનિકો પણ મિશનની સફળતા માટે મગફળી ખાવાનું શરૂ કરી દીધું હતું.

X
Space scientists pray To god for successful mission
ઈસરોના ચેરમેન ડો. કે. રાધાક્રિષ્નાઈસરોના ચેરમેન ડો. કે. રાધાક્રિષ્ના
ઈસરોના ચેરમેન ડો. કે. રાધાક્રિષ્નાઈસરોના ચેરમેન ડો. કે. રાધાક્રિષ્ના
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી