ઇન્દોર / સાપે ડંખ માર્યો તો જાતે જ હાથ બાંધીને ઝેર ચૂસ્યું, મરેલા સાપને લઈને હોસ્પિટલ પહોંચ્યા

snake bites to man  then he tied his hand and  reached the hospital with the dead snake

Divyabhaskar.com

Jul 11, 2019, 05:23 PM IST

અજબ ગજબ ડેસ્ક: ઈન્દોરની સૌથી મોટી 'એમવાય' હોસ્પિટલમા બુધવારની રાતે દોડધામ થઇ ગઇ હતી, જ્યારે રમેશભાઈ પ્લાસ્ટિકની થેલીમાં સાપ લઈને પહોંચ્યા હતા. જ્યારે તેઓ ઘરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક સાપે તેમના હાથ પર ડંખ માર્યો હતો. તે જોઈને ગભરાયા વગર રમેશભાઈએ ડંખવાળી જગ્યા પર કાપડથી મુશ્કેટાટ પાટો બાંધી દીધો, જેથી સાપનું ઝેર ફેલાય નહીં. આટલેથી ન અટકતાં તેમણે ડંખવાળી જગ્યાએથી જાતે જ ઝેર ચૂસી લીધું. જોકે ત્યારબાદ કુટુંબીજનોએ સાપને મારી નાખ્યો હતો અને રમેશભાઈને લઇને હોસ્પિટલ પહોંચ્યા હતા.

રમેશભાઈએ ચપળતાથી બચાવ્યો પોતાનો જીવ
રમેશભાઈના પરિવારના સભ્ય રામચંદ્રના જણાવ્યાં અનુસાર રમેશભાઇ એટલા માટે સાપને લઇને હોસ્પિટલ ગયા હતા, જેથી સાપને જોઇને ડોક્ટર તેમની ઝડપથી અને યોગ્ય રીતે સારવાર કરી શકે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર અત્યારે રમેશભાઇની હાલત સ્થિર છે.


X
snake bites to man  then he tied his hand and  reached the hospital with the dead snake
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી