આકરી મહેનત / રશિયા હીરાનાં ઉત્પાદનમાં દુનિયામાં પ્રથમ આવવા માગે છે, ખાણમાં શ્રમિકો -55 ડિગ્રી સેલ્સિયસમાં પણ ખોદકામ કરે છે

Russia wants to be the top in diamond excavation
Russia wants to be the top in diamond excavation
Russia wants to be the top in diamond excavation
Russia wants to be the top in diamond excavation
Russia wants to be the top in diamond excavation

  • હીરાની ખાણની ઊંડાઈ 525 મીટર છે

Divyabhaskar.com

Jul 17, 2019, 10:43 AM IST

મિર્ની: રશિયામાં યાકુતિયા એક એવી જગ્યા છે કે, જ્યાં ઠંડીમાં ટેમ્પરેચર -55થી પણ નીચે પહોંચી જાય છે. અહીં આશરે 9 મહિના સુધી બરફની ચાદર છવાયેલી રહે છે. યાકુતિયાના મિર્ની શહેરમાં રશિયાની સૌથી મોટી હીરાની ખાણ આવેલી છે. અહીં શ્રમિકો -55 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ હીરાની ખાણમાં ખોદકામ કરે છે. આ ખાણને દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો માનવનિર્મિત હોલ પણ કહેવામાં આવે છે.

'ખોદકામને લીધે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે'
મિર્ની શહેરમાં જુલાઈ મહિનામાં રાત ટૂંકી થતી જાય છે અને તાપમાન ઘણું નીચું રહે છે. આ શહેરમાં હીરા ઉપરાંત તેલ, ગેસ અને કિંમતી પથ્થર પણ મોટી માત્રામાં મળે છે. રશિયામાં હીરા ખોદાણમાં અલરોસા કંપની મોખરે છે. આ કંપની મિર્ની શહેરના 25 હજાર લોકોને રોજગારી આપે છે. કેટલાક સ્થાનિકોએ આ કંપનીનો વિરોધ ર્ક્યો છે, તેમનું કહેવું છે કે, ખોદકામને લીધે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. ખાણની ઊંડાઈ 525 મીટર છે, જ્યારે તેનો વ્યાસ 1 કિલોમીટરથી પણ વધારે છે.

'ઠંડીમાં અમારા મશીન ખાણમાં સાથ આપતા નથી'
હીરાની ખાણના શ્રમિક ઈરિના સેનયુકોવાએ કહ્યું કે, ખોદકામ દરમિયાન ખાણનું તાપમાન ઠંડીમાં -55 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. અમારે હીરા બહાર કાઢવા માટે વિસ્ફોટકનો ઉપયોગ કરવો પડે છે. ઠંડીને કારણે અમારા મશીનો પણ કામ કરતા નથી.

હીરા ઉત્પાદનમાં રશિયાની ખાણ 'બોટુબિન્સકાયા' મોખરે
સૌથી વધારે હીરાનું ઉત્પાદન કરતી રશિયાની ખાણ બોટુબિન્સકાયા હાલ 130 મીટર ઊંડી છે, પરંતુ કંપની તેમાં 580 મીટર સુધી ખોદકામ કરવાની યોજના બનાવી રહી છે. અહીં 6.2 કેરેટના હીરા મળે છે. આ હીરા દુનિયાભરમાં મોકલવામાં આવે છે.

પહેલાં વર્ષે 2000 કિલો હીરાની આવક થતી હતી
વર્ષ 1950 દરમિયાન પ્રથમવાર મિર્ની શહેરમાં હીરાની ખાણ લોકોના ધ્યાનમાં આવી હતી. પહેલાં અહીં દર વર્ષે 2000 કિલો હીરા ખાણમાંથી બહાર કાઢવામાં આવતા હતા. રશિયાની રાજધાની મોસ્કોમાં આ હીરાને પોલિશ કરવામાં આવે છે.

X
Russia wants to be the top in diamond excavation
Russia wants to be the top in diamond excavation
Russia wants to be the top in diamond excavation
Russia wants to be the top in diamond excavation
Russia wants to be the top in diamond excavation
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી