લો બોલો / રાજસ્થાનમાં 8 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિને સીટ બેલ્ટ ન પહેરવા બદલ નોટિસ મળી

Rajasthan transport dept cancels dead man's driving licence over seat belt violation

  • ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે રાજેન્દ્ર કેસરાનું ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કર્યું
  • રાજેન્દ્ર કેસરાએ જિંદગીમાં ક્યારેય કાર ચલાવી નહોતી

Divyabhaskar.com

Sep 16, 2019, 10:54 AM IST

ઝાલાવાડ: અત્યારે દેશભરમાં મોટર વ્હીકલ એક્ટને લઈને દરેક લોકો સાચવીને રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે કે જેથી તેમને કોઈ દંડ ભરવો ન પડે. ગુજરાતમાં પણ આજથી એટલે કે 16 સપ્ટેમ્બરથી આ એક્ટ લાગુ થઈ ગયો છે. મોટી રકમના દંડના દંડના અનેક ફોટા હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે, પણ રાજસ્થાનમાં તો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે 8 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કરી દીધું છે.

રાજેન્દ્ર પાસે ટુ વ્હીલર હતું
રાજસ્થાનમાં ઝાલાવાડ શહેરના રહેવાસી રાજેન્દ્ર કેસરાનું સપ્ટેમ્બર 2011માં મૃત્યુ થયું હતું. આ વ્યક્તિના ઘરે તેમને વધારે સ્પીડમાં કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ ન પહેર્યો હોવાને કારણે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે નોટિસ મોકલી છે. હવે આ કેસમાં ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, રાજેન્દ્ર કેસરાએ તેમના જીવનમાં ક્યારેય કાર ચલાવી નથી. તેમના દીકરાએ કહ્યું કે, મારા પિતા વાસણ વેચતા હતા, તેમણે જીવનમાં ટુ વ્હીલર જ ચલાવ્યું છે.

આવું કેવી રીતે બની શકે?
રાજેન્દ્રના પરિવારને 11 સપ્ટેમ્બરે ઘરે લેટર મળ્યો હતો, જેમાં લખ્યું છે કે રાજેન્દ્ર કેસરાએ સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી તેમનું લાયસન્સ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કેન્સલ કરી દીધું છે. આ નોટિસ મળ્યા પછી રાજેન્દ્રનો આખો પરિવાર આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો હતો.

X
Rajasthan transport dept cancels dead man's driving licence over seat belt violation

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી