એલિયન સાથે સંપર્ક કરવા માટે લોકો ‘ખાઓ કાલા’ પહાડી પર બુદ્ધની મૂર્તિ પાસે ધ્યાન કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેંગકોકથી 3 કલાકના અંતરે આવેલી ‘ખાઓ કાલા’ નામની પહાડી પર લોકો ધ્યાન કરે છે
  • સ્થાનિક લોકોનું એવું માનવું છે કે આ હિલ પર એક અદૃશ્ય છિદ્ર છે
  • સુપરનેચરલ પાવરમાં વિશ્વાસ રાખતા લોકોનું માનવું છે કે પૃથ્વીના લોકો ધ્યાનનાં માધ્યમથી એલિયનને સાંભળી શકે છે

બેંગકોક: દુનિયાભરમાં એલિયન ટૂરિઝમમાં વધારો જોવા મળી રહ્યો છે. એલિયન વિશે જાણકારી મેળવવા માટે લોકો આવા સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. થાઈલેન્ડમાં પણ એલિયન ટૂરિઝમમાં વધારો જોવા મળી રહ્યો છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી 3 કલાકના અંતરે આવેલી એક પહાડી પર લોકો એલિયન સાથે સંપર્ક બનાવવા માટે ધ્યાન કરી રહ્યા છે.


બેંગકોકથી 3 કલાકના અંતરે ઉત્તર દિશા તરફ આવેલાં નખોન સાવન વિસ્તારમાં આવેલી ‘ખાઓ કાલા’ નામની પહાડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ જગ્યાને ‘સિટી ઓફ હેવન’ એટલે કે સ્વર્ગીય શહેર કહેવામાં આવે છે. આ પહાડી પર લોકો સુપર નેચરલ પાવરને ઓળખવા માટે આવે છે.


‘ખાઓ કાલા’ પહાડી શેરડીનાં ખેતરો વચ્ચે આવેલી હિલ છે. ‘બેંગકોક પોસ્ટ’ના રિપોર્ટ મુજબ સ્થાનિક લોકોનું એવું માનવું છે કે આ હિલ પર એક અદૃશ્ય છિદ્ર છે. તેનાં માધ્યમથી એલિયન કોઈ પણ દિશામાં ગમે તે સમયે અવર-જવર કરી શકે છે.
કેટલાક વિદેશી મીડિયાએ પણ આ પહાડીની યાત્રા કરી છે. તે દરમિયાન લોકોએ મીડિયાને જણાવ્યું કે, આત્મચેતનાનાં માધ્યમથી એલિયન સાથે વાતચીત કરી શકાય છે.


આ પર્વત પર બુદ્ધ ભગવાનની એક વિશાળ મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિમાં બુદ્ધ ભગવાનના માથા પર સાત મોઢાંવાળો સર્પ પણ છે. મૂર્તિની આસપાસ બેસીને લોકો ધ્યાન કરે છે. UFO (અનઆઈડેન્ટિફાઇડ ફ્લાયિંગ ઓબ્જેક્ટ) ખાઓ કાલા ગ્રૂપના


એક સભ્ય સોમજિત જણાવે છે કે આ વિસ્તારમાં એક સુપરનેચરલ પાવર છે.


આ ગ્રૂપના મેમ્બર્સે મીડિયાને જણાવ્યા હતું કે તે લોકો બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. તે લોકોએ ‘પ્લૂટો’ અને ‘લોગુ કાટા પાકા ટિગોન્ગ’ ગ્રહનાં એલિયન સાથે સંપર્ક કરવામાં સફળતા હાંસલ કરી છે. લોગુ કાટા પાકા ટિગોન્ગ ગ્રહ આપણી આકાશગંગામાં કોઈ જગ્યાએ આવેલો છે.


સુપરનેચરલ પાવરમાં વિશ્વાસ રાખતા લોકોનું માનવું છે કે પૃથ્વીના લોકો ધ્યાનનાં માધ્યમથી એલિયનને સાંભળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...