6 કિલોગ્રામ વજનની બેબી જન્મતા માતાએ કહ્યું-આ અમારી બેબી સુમો છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 27 વર્ષની ઈમાએ આની પહેલાં 5.5 કિલો અને 3.8 કિલો વજનના બાળકને જન્મ આપ્યો છે

સિડની: ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલ વોલોગોંગ હોસ્પિટલમાં 27 વર્ષની ઈમાએ 5.88 ગ્રામ વજન ધરાવતી બેબી ગર્લને જન્મ આપ્યો છે. ઓસ્ટ્રેલિયામાં જન્મ લેતા બાળકોનું એવરેજ વજન 3.3 કિલોગ્રામ છે, પણ બેબી રેમીનું વજન આ આંકડા કરતાં બે ગણું વધારે છે. આ જ કારણે તેની માતાએ કહ્યું કે, આ અમારી બેબી સુમો રેસલર છે. સિઝેરિયન ઓપરેશન પછી બાળકીનું વજન જોઈને હોસ્પિટલનો સ્ટાફ અને તેના માતા-પિતા ચકિત થઈ ગયા હતા. પિતા ડેનિયલે કહ્યું કે, ઈમાએ રેમીને 38 અઠવાડિયાં અને બે દિવસ બાદ જન્મ આપ્યો છે. 

અલ્ટ્રાસાઉન્ડમાં વજન 4 કિલોગ્રામ આવ્યું હતું
કપલે જણાવ્યું કે, ગર્ભાવસ્થા દરમિયાન માતાને જો ડાયાબિટીઝ હોય તો બાળકનું જન્મ સામાન્ય કરતાં બધારે જ હોય છે. આ કેસ અમારે પણ હતો. રેમીના વજને સૌ કોઈને ચોંકાવી દીધા છે. ઈમાએ કહ્યું કે મેં જ્યારે 35માં અઠવાડિયે અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું ત્યારે બાળકનું વજન 4 કિલોગ્રામ હતું તે સમયથી હું વધારે વજનવાળા બાળકને જન્મ આપવા માટે તૈયાર જ હતી.
 
બેબી સુમોને જોવા લાઈનો લાગી
પિતા ડેનિયલે કહ્યું કે, એવું નથી કે અમારા ત્રીજા સંતાનનું જ આટલું બધું વજન છે, પણ આની પહેલાં જન્મેલ દીકરીનું વજન 5.5 કિલો અને દીકરાનું વજન 3.8 કિલોગ્રામ હતું.હોસ્પિટલમાં ઈમાની સુમો બેબીને જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...