લો બોલો / કેરળમાં માતા-પિતા ઊંઘી રહ્યાં હતાં અને બાળકી ચાલુ જીપમાંથી પડી ગઇ

Miraculous escape for toddler after falling off a vehicle on forest highway in Kerala
Miraculous escape for toddler after falling off a vehicle on forest highway in Kerala

  • બાળકી ઘૂંટણિયે ચાલી નજીકની ચેકપોસ્ટ પર પહોંચી ગઇ
     
Divyabhaskar.com

Sep 10, 2019, 09:17 AM IST

તિરુવનંતપુરમ: 'જાકો રાખે સાઇયાં માર શકે ન કોઇ'.. આ કહેવત કેરળના ઇડુક્કી જિલ્લામાં સાબિત થઇ. અહીં રવિવારે સવારે 10 વાગે દોઢ વર્ષની બાળકી ચાલુ જીપમાંથી પડી ગઇ અને તેના માતા-પિતાને ખબર પણ ન પડી બાળકીનો પરિવાર તમિલનાડુના પલાની મંદિરથી પૂજા-પાઠ કરી પરત થઇ રહ્યો હતો. થાકને કારણે માતા-પિતા ઊંઘી ગયાં ત્યારે આ બાળકી પડી ગઇ. ઘરે પહોંચ્યાં ત્યારે પરિવારને જાણ થઇ કે બાળકી નથી. પરંતુ અશ્ચર્યની વાત એ છે કે નીચે પડી ગયેલી બાળકી ઘૂંટણિયે ચાલીને નજીકમાં આવેલ વનવિભાગની ચેકપોસ્ટ પર પહોંચી ગઇ હતી. અધિકારીઓએ બાળકીને સીસીટીવીમાં જોઇ તો તેઓ દોડીને તેને તેડી લાવ્યા અને તેને સારવાર માટે લઇ ગયા. પછી તેને પોલીસને સોંપી દીધી. બીજી બાજુ બાળકી લાપતા થતાં
પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. જ્યાંથી ખબર પડી કે તેમની બાળકી મુન્નાવરમાં મળી ગઇ છે. તેને નજીવી ઇજા થઇ છે પણ સુરક્ષિત છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે બાળકી જે સ્થળેથી મળી હતી. ત્યાંથી હાથી સહિત ઘણા જંગલી પ્રાણીઓ પસાર થાય છે.

X
Miraculous escape for toddler after falling off a vehicle on forest highway in Kerala
Miraculous escape for toddler after falling off a vehicle on forest highway in Kerala
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી