• Home
  • Ajab Gajab
  • Na Hoy
  • Man spends 27 lakhs fighting 8 thousands speeding fine Worcester Magistrates, Retired engineer Mr Keedwell

ઇંગ્લેન્ડ / 9 હજાર રૂપિયાના ચલાન માટે વૃદ્ધે 3 વર્ષ કાનૂની લડાઈ લડીને 27 લાખ રૂપિયાનો ધુમાડો કર્યો

Man spends 27 lakhs fighting 8 thousands speeding fine Worcester Magistrates, Retired engineer Mr Keedwell

  • કેસ લડવા 18 લાખ રૂપિયા વકીલોને આપ્યા

Divyabhaskar.com

Sep 11, 2019, 10:39 AM IST

લંડન: ઈંગ્લેન્ડમાં ત્રણ વર્ષ પહેલાં 71 વર્ષના રિચાર્ડ કીડવેલને સ્પીડમાં કાર ચલાવ્યા બદલ એક નોટિસ આવી હતી. જેમાં 8858 રૂપિયાનું ચલાન હતું. તેમની પર 48 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ઝોનમાં 56 કિમી પ્રતિ કલાકની સ્પીડમાં કાર ચલાવવાનો આરોપ હતો. રિચાર્ડને આત્મવિશ્વાસ હતો કે તેને આટલી સ્પીડમાં કાર ચલાવી નહોતી . રિચાર્ડે ત્રણ વર્ષ સુધી કોર્ટમાં કાનૂની લડાઈ લડી. આ લડાઈમાં તેમણે 27 લાખ રૂપિયા ખર્ચી દીધા, જેમાં 18 લાખ રૂપિયા તો વકીલોને આપ્યા.

રિચાર્ડે પોલીસને કહ્યું કે, જે કેમેરામાં મારી કારની સ્પીડ રેકોર્ડ થઈ છે, તે મારી નહીં પણ મારી બાજુમાં ચાલતી કારની હતી. આ કેસને લઈને રિચાર્ડ અત્યાર સુધી ઘણા રૂપિયાનો વ્યય કરી ચૂક્યા છે. કોર્ટમાં પણ તેમને જોઈએ તેવો રિસ્પોન્સ મળી રહ્યો નથી. હવે તો તેમના પરિવારજનો પણ કેસને મૂકી દેવાની સલાહ આપી રહ્યા છે.

X
Man spends 27 lakhs fighting 8 thousands speeding fine Worcester Magistrates, Retired engineer Mr Keedwell
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી