મોત / ટિકટોક વીડિયો ઉતારતી વખતે તળાવમાં ડૂબી જતા 24 વર્ષીય યુવકનું મૃત્યુ થયું

Man Drowns In Lake Outside Hyderabad As Cousin Shoots TikTok Video

  • મૃતકને સ્વિમિંગ આવડતું નહોતું

Divyabhaskar.com

Jul 12, 2019, 03:39 PM IST

હૈદરાબાદ: આજકાલ મોટાભાગના લોકો ટિકટોક એપ પાછળ ગાંડાઘેલા થઈ ગયા છે. યુઝર્સ કોઈપણ સ્થળ કે સમય જોયા વગર મન ફાવે ત્યાં ટિકટોક વીડિયો બનાવવા ઊભા રહી જાય છે. હૈદરાબાદમાં એક 24 વર્ષના યુવકનો ટિકટોકે ભોગ લીધો છે. ગુરુવારે તળાવમાં ડૂબી જવાને લીધે તેનું મૃત્યુ થયું હોવાની જાણકારી પોલીસે આપી છે.

24 વર્ષીય નરસીમહલુ તેના પિતરાઈ ભાઈ સાથે તળાવ બાજુ ફરવા માટે ગયો અને ત્યાં તે બંનેએ ટિકટોક વીડિયો શૂટ કરવાનું નક્કી કર્યું હતું. મૃતક યુવકને પાણીમાં તરતા આવડતું નહોતું તેમ છતાં તેણે તળાવમાં ઝંપલાવ્યું. વીડિયો ઉતારતી વખતે નરસીમહલુને ખબર ન રહી અને તે તળાવના ઊંડાણવાળા ભાગમાં સપડાઈ ગયો. તેણે બહાર આવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તેનું ઘટનાસ્થળે જ ડૂબવાથી મૃત્યુ થયું. સ્થાનિકોને ખબર પડતા તે લોકોએ નરસીમહલુનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો.

આ ઘટના બન્યા પછી મૃતક યુવકનો તેના ભાઈ સાથેનો વીડિયો ગુરુવારે વાઇરલ થયો છે.

X
Man Drowns In Lake Outside Hyderabad As Cousin Shoots TikTok Video
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી