લો બોલો / સિંગર લેડી ગાગાએ સંસ્કૃત મંત્ર ટ્વીટ કર્યો, યુઝરે લખ્યું-તેનું રિયલ નામ લલિતા દત્ત ગાંગુલી છે

Lady Gaga's tweet Lokah Samastah Sukhino Bhavantu is breaking the Internet

  • લેડી ગાગાએ લોકા: સમસ્તા: સુખીનો ભવન્તુ ટ્વીટમાં લખ્યું છે
  • અનેક યુઝરે કમેન્ટમાં જયશ્રી રામ લખ્યું

Divyabhaskar.com

Oct 22, 2019, 01:14 PM IST

ન્યૂ યોર્ક: અમેરિકન સિંગર લેડી ગાગા તેના એક ટ્વીટને લઈએં હાલ ચર્ચામાં છે. 20 ઓક્ટોબરે આ ફેમસ સિંગરે સંસ્કૃત મંત્ર લોકા: સમસ્તા: સુખીનો ભવન્તુ અંગ્રેજીમાં લખીને ટ્વીટ કર્યું હતું. આ મંત્રનો અર્થ થાય છે, દરેક જગ્યાએ લોકો સુખી અને ખુશ રહે.

અમેરિકન સિંગરે સંસ્કૃત મંત્ર લખવાને લીધે સૌ કોઈને નવાઇ લાગી હતી. ખરેખરમાં આ મંત્ર યોગ સાધનાની શરૂઆતમાં કરવામાં આવતી પ્રાર્થનાની એક લાઈન છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે લેડી ગાગાનો યોગા સેશન કર્યા પછી સંસ્કૃત ભાષામાં ઇન્ટરેસ્ટ વધી ગયો છે.

લેડી ગાગાના આ ટ્વીટને અત્યાર સુધી 1,35,000 લાઈક મળી છે અને 35 હજાર લોકોએ આ ટ્વીટ રિટ્વીટ કર્યું છે. આ ટ્વીટ પછી સોશિયલ મીડિયા યુઝર્સે કમેન્ટનો ઢગલો કરી દીધો હતો. એક યુઝરે લખ્યું કે, આ તેના નવા સોન્ગનું ટાઇટલ હોઈ શકે છે. અન્ય યુઝરે લખ્યું કે, લેડી ગાગાનું અસલી નામ લલિતા દત્ત ગાંગુલી છે અને તે મૂળ બિહારની છે. તો બીજા યુઝરે લખ્યું કે, તમને આ મંત્ર યાદ છે અને અમે તેને ભૂલતા જઈએ છીએ. મોટા બાગના લોકોએ કમેન્ટમાં જયશ્રી રામ લખ્યું છે.

X
Lady Gaga's tweet Lokah Samastah Sukhino Bhavantu is breaking the Internet

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી