સરકારી હોસ્પિટલના ડોક્ટરે પેટમાં દુખાવાની ફરિયાદ લઈને આવેલા યુવકોને પ્રેગનન્સી ટેસ્ટ કરાવવા કહ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટરે આ વાત નકારીને કહ્યું-મારા પર ખોટા આરોપ લગાવ્યા છે

બેગુસરાઈ: ઝારખંડમાં બે યુવકોને પેટના દુખવાની ફરિયાદને લઈને સરકારી ડોક્ટરે તેમને પ્રેગનન્સી ટેસ્ટ કરાવવા માટે કહ્યું હતું. આ કિસ્સો હાલ ઝારખંડમાં પવન વેગે ફેલાઈ રહ્યો છે. રેફરલ હોસ્પિટલમાં ચોરબોરા ગામના બે યુવકો પેટ દર્દની ફરિયાદ લઈને આવ્યા હતા. હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન ડોક્ટર મુકેશ કુમારે બંનેને એન્ટી નેટલ ચેકઅપ(એએનસી) ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું.
આ ટેસ્ટ સામાન્ય રીતે ગર્ભવતી મહિલા માટે હોય છે. યુવકોને આ ટેસ્ટની જાર્કારી તેઓ પેથોલોજી લેબ પહોંચ્યા ત્યારે ખબર પડી. 1 ઓક્ટોબરનો આ કેસ સોશિયલ મીડિયામાં ચર્ચાતો હોવાથી હાલ સામે આવ્યો છે. યુઝર્સ હોસ્પિટલ અને ડોક્ટરની ઠેકડી ઊડાવી રહ્યા છે.

ડોક્ટરે આ વાત નકારી દીધી
સિવિલ સર્જન ડોક્ટર પાસવાને જણાવ્યું કે, અમને ફરિયાદ મળ્યા પછી અમે આ કેસ માટે તપાસ કમિટી કાર્યરત કરી છે. જો કે, આ વાતને સરકારી હોસ્પિટલના ડોક્ટર મુકેશ કુમારે નકારી દીધી છે. તેમણે જણાવ્યું કે, મેં તે યુવકોને એએનસી ટેસ્ટ લખી દીધો જ નહોતો. મારી પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. મેં લખેલા કાગળ પર ઓવરરાઇટિંગ કરેલ છે.