ના હોય / જાપાનમાં વર્ષ 2009થી ખુરશી રેસ યોજાય છે, વિજેતાને 90 કિલો ચોખાનું ઇનામ મળે છે

Japan's office chair racers compete in grand prix

Divyabhaskar.com

Jun 12, 2019, 08:26 AM IST

અજબ-ગજબ ડેસ્ક: તમે સાઇકલ, મોટર, બાઇક રેસોનું નામ તો સાંભળ્યું હશે, પરંતુ જાપાનના ક્યોટો શહેરમાં એક રસપ્રદ રેસ યોજાઇ ગઇ જેને જોવા માટે હજારો લોકો પણ ઉમટ્યાં હતાં. 200 મીટરની આ રેસમાં 55 ટીમોએ ભાગ લીધો અને વિજેતા ટીમ કિટસુગાવા યુએનયુને ઇનામ સ્વરૂપે 90 કિલો ચોખા આપવામાં આવ્યા.

આઇડિયા
વાસ્તવમાં આ રેસ ખુરશીની હતી. જે 2009થી અહીં યોજાય છે. આ રેસનું આયોજન તહારા નામના યુવકે કરાવ્યું હતું. તેણે જણાવ્યું કે, ખુરશી રેસનો આઇડિયા તેને ટ્રાઇસિકલ રેસ પરથી આવ્યો હતો. શરૂઆતમાં તેણે પોતાની ઓફિસમાં આ રેસ યોજી હતી જે સફળ થતાં કેટલીક કંપનીઓ સ્પોન્સર તરીકે મળવા લાગી. હવે આ રેસ જોરદાર રીતે યોજાય છે.

X
Japan's office chair racers compete in grand prix
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી