તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાપાનમાં સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરવા ભાડે દોસ્ત મળે છે, 2 કલાકના 5 હજાર રૂપિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટોક્યો: જાપાનમાં રિયલ અપીલ કંપની સોસોયલ મીડિયા પર ફોટોઝ માટે ભાડે દોસ્ત આપે છે. આ માટે ગ્રાહકે કંપનીની વેબસાઈટ પર જઈને કેટલોગ પરથી પોતાના જે દોસ્ત ભાડે રાખવા હોય તે સિલેક્ટ કરવાના હોય છે. આ ફેક ફ્રેન્ડ્સ કંપનીના કર્મચારી હોય છે. 
કસ્ટમરે સિલેક્ટ કરેલા ફ્રેન્ડ સાથે તે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકે છે. કંપનીની આ સર્વિસ માત્ર 2 કલાક માટે મળે છે. આ માટે ગ્રાહકે 5000 રૂપિયા ચૂકવવાના હોય છે.
કંપનીના દોસ્ત સાથે લીધેલા ફોટા ગ્રાહક ફેસબુક, ટ્વિટર, સ્નેપચેટ કે ઇન્સ્ટાગ્રામ પર મૂકી શકે છે. ગ્રાહક તેની મરજી પ્રમાણે ભાડે લીધેલા મિત્રોની પસંદગી કરી શકે છે, પરંતુ આ સર્વિસમાં કોઈ ઓફર કે ડિસ્કાઉન્ટ નથી. ગ્રાહકે માત્ર 5 હજાર રૂપિયા જ નહીં પણ ભાડે બુક કરેલા મિત્રનો આવા-જવાનો અને જમવાનો ખર્ચો પણ ઉઠાવવાનો હોય છે.
આ જ કંપનીની પાર્ટનર કંપની ફેમિલી રોમાન્સ છે. ફેમિલી રોમાન્સ કંપની ભાડેથી સંબંધીઓ આપે છે, જેથી ફેમિલી ફંક્શન યોગ્ય રીતે થાય. રિયલ અપીલ કંપનીની સર્વિસ માત્ર સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા સુધી જ સીમિત છે. આ સર્વિસ ભલે મોંઘી હોય પણ ઘણા જાપાનીઝને આ સેવા ઘણી પસંદ આવી રહી છે.