તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Andhra Pradesh, For The Past 7 Months A Garment Shop Has Been Sitting Under A Fan

આંધ્ર પ્રદેશમાં છેલ્લાં 7 મહિનાથી કપડાંની દુકાને એક ગાય પંખા નીચે બેસવા આવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ગાય રોજ 2થી 3 કલાક દુકાનમાં બેસે છે
  • દુકાનમાં આવતા ગ્રાહકોને આ ગાય ખલેલ પહોંચાડતી નથી

કડપ્પા: આંધ્ર પ્રદેશમાં કડપ્પા જિલ્લામાં મૈદુકુર ગામમાં એક કપડાની દુકાનમાં રોજ એક મહેમાન આવે છે. આ મહેમાન બીજું કોઈ નહીં પણ એક ગાય છે. છેલ્લા સાત મહિનાથી આ ગાય રેગ્યુલર દુકાનમાં આવે છે. 


આ દુકાનનું નામ સાઈબાબા ક્લોથ સ્ટોર છે. જોવાની વાત તો એ છે કે, દુકાનમાં ગ્રાહકો હોય છે તેમ છતાં પણ ગાય એકબાજુ આવીને બેસી જાય છે. આ ગાય દુકાનમાં જેવી તેવી જગ્યાએ નહીં પણ પંખાની નીચે જ બેસે છે. રોજ ગાય આશરે 2થી 3 કલાક સુધી આજુબાજુનાં ગ્રાહકો કે દુકાનને નુકસાન કર્યા વગર શાંતિથી બેસે છે. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ગાય ઝડપાઇ ગઈ છે.


દુકાનમાં આવતી ગાયનો વીડિયો ટ્વિટર પર પણ ટ્રેન્ડ થવા લાગ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...