કેન્યા / 15 કલાકારોએ નકામાં રેલવે સ્ટેશનને પેન્ટિંગ સ્ટુડિયોમાં ફેરવ્યું, હેતુ-બાળક આ જોઈને કહેવું જોઈએ કે મારે પણ પેન્ટર બનવું છે

good train station alongside seemingly abandoned train carriages and overgrown tracks
good train station alongside seemingly abandoned train carriages and overgrown tracks
good train station alongside seemingly abandoned train carriages and overgrown tracks

  • પેન્ટિંગ કરવાનો કોઈ સમય નક્કી નથી
  • કોઈ પણ કલાકાર આવીને અહીં પેન્ટિંગ કરી શકે છે

Divyabhaskar.com

Jul 18, 2019, 10:29 AM IST

નૈરોબી: કેન્યાની રાજધાનીમાં એક ગુડ્સ રેલવે સ્ટેશન ભેંકાર પડી રહ્યું હતું. ગયા વર્ષે સરકારે બોમ્બસ્ક્વોડ સંસ્થાના ત્રણ સભ્યોને આ સ્ટેશન ભાડે આપ્યું હતું. સ્ટેશનનો કોઈ ઉપયોગ ન થતા હાલ કલાકારોએ તેમની આવડતથી આ સ્ટેશનની સૂરત બદલી દીધી છે. સ્ટેશન હાલ એક પેન્ટિંગ સ્ટુડિયો બની ગયું છે. 15 કલાકારોએ ભેગા મળીને આ પેન્ટિંગ બનાવ્યાં છે. રેલવે સ્ટેશન પર પેન્ટિંગ કરવાનો હેતુ ઘણો સુંદર છે કે, આ પેન્ટિંગ જોઈને દરેક બાળક એવું કહેવું જોઈએ કે મારે પણ એક ચિત્રકાર બનવું છે. અહીં પેન્ટિંગ કરવા માટે કોઈ સમય નક્કી નથી. કોઈ પણ કલાકાર આવીને ગમે તે સમયે ચિત્રો દોરવાનું શરુ કરી શકે છે. કલાકારોએ પેન્ટિંગ કરીટ્રેન અને સ્ટેશનની કોઈ જગ્યા ખાલી રહેવા દીધી નથી.

'કલાની મદદથી રૂપિયા કમાઈ શકો છો'
આ કલાકારોમાં એક 26 વર્ષીય બ્રયાન મુસિયાસિયા સામેલ છે.તે પેન્ટિંગ, સ્ટિકર્સ, ટી-શર્ટ અને ટેટૂ ડિઝાઇન કરવામાં માહેર છે. તેની પેન્ટિંગમાં કેન્યાની કલા અને સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. બ્રયાને કહ્યું કે જો તમે મહેનત કરશો, તો કલાની મદદથી પણ રૂપિયા કમાઈ શકશો. 22 વર્ષીય ડેવિડ મુરીરી હાલ પેન્ટિંગ શીખી રહ્યો છે. તે રોજ કોઈ નવું ચેલેન્જ સ્વીકારીને પેન્ટિંગ કરી રહ્યો છે. ટેલેન્ટેડ કલાકારો પોતાની કલાને નિર્જીવ વસ્તુ પર કંડારીને બીજા અનેક લોકોને પેન્ટિંગમાં રસ દાખવવા પ્રેરિત કરી રહ્યા છે.

X
good train station alongside seemingly abandoned train carriages and overgrown tracks
good train station alongside seemingly abandoned train carriages and overgrown tracks
good train station alongside seemingly abandoned train carriages and overgrown tracks
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી