તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

57 વર્ષીય રોબર્ટ કોઈ પણ સેફ્ટી સાધનની મદદ વગર 502 ફૂટ ઊંચી બિલ્ડીંગ પર ચડી ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોબર્ટ આની પહેલાં પણ દુનિયાની ઊંચી બિલ્ડીંગ ચડી ચૂક્યો છે
  • જર્મન પોલીસે હાલ રોબર્ટની ધરપકડ કરી છે

ફ્રેન્કફર્ટ: જર્મનીના ફ્રેન્કફર્ટ શહેરમાં એક ફ્રેન્ચ સ્પાઇડરમેનની જર્મન પોલીસે ધરપકડ કરી છે. શનિવારે અલેઇન રોબર્ટે માત્ર 20 મિનિટમાં 502 ફૂટ ઊંચી બિલ્ડીંગ પર ચડી ગયો હતો. 57 વર્ષીય રોબર્ટને પોલીસે ગ્લાસની બિલ્ડીંગ પર ચઢતો જોઈને અટકાવ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.
રોબર્ટ આની પહેલાં પણ દુનિયાની ઊંચી બિલ્ડીંગ ચડી ચૂક્યો છે, જેના માટે તેણે ક્યારેય પરમિશન લીધી નહોતી. ઓક્ટોબર 2018માં તેણે લંડનની સૌથી ઊંચી બિલ્ડીંગ પર કોઈ પણ સેફ્ટી
\ સાધનો કે દોરડાંની મદદ લીધા વગર ચઢી ગયો હતો. પોલીસે તે સમયે પણ તેની ધરપકડ કરી દીધી હતી. રોબર્ટ બુર્જ ખલીફા બિલ્ડીંગ પર પણ પોતાના પરાક્રમ બતાવી ચૂક્યો છે.