ઝારખંડ / નિકાહમાં જૂનાં કપડાં ભેટમાં મળતાં દુલ્હને ઉદાસ થઈને દુલ્હાને તલાક આપ્યા

Deoghar News Divorce after controversy in marriage

  • નિકાહના 24 કલાકની અંદર તલાક થઈ ગયા

Divyabhaskar.com

Jun 20, 2019, 12:51 PM IST

અજબ-ગજબ ડેસ્ક: ઝારખંડમાં છૂટાછેડાનો ક્યારેય સાંભળ્યો ન હોય તેવો મામલો સામે આવ્યો છે. સામાન્ય રીતે કોઈ અણબનાવ કે ઝઘડાને લીધે તલાક થાય તે સાંભળ્યું છે, પણ અહીં તો દુલ્હને જૂનાં કપડાંને લીધે પતિને તલાક આપ્યા છે. ઉદાસ થયેલી દુલ્હને નિકાહના થોડા સમય બાદ જ પતિને છૂટાછેડા આપ્યા. કન્યાનાં પરિવારજનોઓએ જાનૈયાઓને બંધક બનાવીને દહેજનાં આપેલા 3.50 લાખ રૂપિયા વસૂલીને 12 કલાક પછી મુક્ત કર્યા હતા.

આ કેસ ઝારખંડના સારઠ જિલ્લાના પિંડારી ગામનો છે. ઘટનાની જાણ થતા પોલીસ તો પહોંચી ગઈ હતી, પણ કન્યાના પરિવારે તેને કોઈ પણ પ્રકારની દખલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

રાત્રે નિકાહ, સવારે તલાક
પિંડારી ગામની રહેવાસી નિખત ફાતેમાનાં નિકાહ આરિફ અન્સારી સાથે થયાં હતાં. કન્યાના પરિવારે કુલ સાડા ત્રણ લાખ રૂપિયાનું દહેજ આપ્યું હતું. નક્કી કરેલી તારીખ એટલે કે 18 જૂને મોડી રાત સુધી નિકાહની બધી રસમો પૂરી થઈ. નિકાહમાં દુલ્હનને સામેવાળા પક્ષે આપેલા જૂનાં કપડાં જોઈને તે ઉદાસ થઈ ગઈ હતી. આ મામલે બંને પક્ષમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી અને અંતે નિકાહ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો.

તલાક તો થઈ ગયા પણ દુલ્હનના પરિવારવાળાઓએ દહેજના રૂપિયા પરત લેવા માટે દુલ્હા સહિત તેના પરિવારને બંધક બનાવી લીધો. પૂરી રકમ મળી ગયા બાદ જ તેમણે જાનૈયાઓને મુક્ત કર્યા હતા.

X
Deoghar News Divorce after controversy in marriage
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી