પ્રથમ કેસ / દિલ્હીના ડોક્ટરોએ ઈરાકની 66 વર્ષીય મહિલાની લાળગ્રંથિમાંથી 53 પથરી કાઢી

Delhi: 53 stones removed from Iraqi’s salivary duct
Delhi: 53 stones removed from Iraqi’s salivary duct

  • આ સર્જરી 2 કલાક ચાલી હતી
  • મહિલા આ સર્જરી કરાવવા માટે સ્પેશિયલ ભારત આવી હતી

Divyabhaskar.com

Nov 08, 2019, 10:12 AM IST

નવી દિલ્હી: ઈરાકની 66 વર્ષીય મહિલાને જમ્યા પછી ગાલમાં સોજો આવી જતો હતો. આ મહિલા ડોક્ટર પાસે ગઈ ત્યારે ખબર પડી કે તેની લાળગ્રંથિમાં પથરી છે, અને આ કોઈ 1-2 સ્ટોન નહીં પણ 53 સ્ટોન હતા. ઈરાકની મહિલાને પોતાના દેશમાં સારો રિસ્પોન્સ ન મળતા તે ભારત આવી ગઈ અને અહીં સફળ સર્જરી કરાવી.

દુનિયાનો પ્રથમ કેસ
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ડોક્ટરે મહિલાની સર્જરી કરીને 53 સ્ટોન કાઢ્યા છે. ડોક્ટરે દાવો કર્યો હતો કે, લાળગ્રંથિમાં આટલા બધા સ્ટોન એકસાથે મળ્યા હોય તેવો આ દુનિયાનો પ્રથમ કેસ છે. ડો. વરુણ રાયે કહ્યું કે, 3 મીમી પહોળી નળીમાંથી વગર કોઈ નુકસાન કર્યે પથરી કાઢવી તે કોઈ પરીક્ષાથી ઓછું નહોતું. આ સર્જરીમાં અમને 2 કલાકનો સમય લાગ્યો છે. લાળગ્રંથિમાંથી અમે 25 કરતાં પણ વધારે પથરી કાઢી છે. પથરીને કારણે મહિલાના મોઢામાં લાળ બનતી નહોતી. આથી તેના ચહેરા પર સોજો આવી જતો હતો. હાલ મહિલાની તબિયત સારી છે.

X
Delhi: 53 stones removed from Iraqi’s salivary duct
Delhi: 53 stones removed from Iraqi’s salivary duct

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી