લંડન / અજાણ્યો વ્યક્તિ ઇંગ્લેન્ડની સૌથી ઊંચી 95 માળની બિલ્ડિંગની ટોચ પર કોઈ સેફ્ટી સાધનો લીધા વગર ચડી ગયો

Daredevil is spotted scaling the 1,000ft-tall Shard 'without a safety rope
Daredevil is spotted scaling the 1,000ft-tall Shard 'without a safety rope
Daredevil is spotted scaling the 1,000ft-tall Shard 'without a safety rope

  • ' ધ શાર્ડ' 1016 ફૂટ ઊંચી બિલ્ડિંગ છે

Divyabhaskar.com

Jul 09, 2019, 04:45 PM IST

અજબ-ગજબ ડેસ્ક: લંડનમાં એક અજાણી વ્યક્તિનો દિલધડક સ્ટન્ટ દુનિયાની સામે આવ્યો છે. આ મહાશય કોઈ પણ સેફ્ટી સાધનો લીધા વગર 95 માળની બિલ્ડિંગ પર ચડી રહ્યો હતો. અચાનક એક સ્થાનિકનું ધ્યાન જતા તેણે પોલીસને જાણ કરી અને તે વ્યક્તિને બિલ્ડિંગની અંદર મોકલી દેવામાં આવ્યો.

' ધ શાર્ડ'-સૌથી ઊંચી બિલ્ડિંગ
' ધ શાર્ડ' યુરોપિયન દેશ અને ઈંગ્લેન્ડમાં સૌથી ઊંચી બિલ્ડિંગ છે. તેની ઊંચાઈ 1016 ફુટ છે. આ ક્લાઇમર બિલ્ડિંગનો છેલ્લો માળ એટલે કે 95 માળ સુધી પહોંચી ગયો હતો. આટલી ઊંચી બિલ્ડિંગ પર કોઈ પણ સેફ્ટી સાધનો કે દોરડું લીધા વગર તે કેવી રીતે ચડ્યો તે વિચારીને પોલીસ પણ માથું ખંજવાળવા લાગી હતી.

પોલીસે આ કલાઇમરની ઓળખ વિશે કોઈ ખુલાસો કર્યો નથી. જો કે, આ પરાક્રમ કર્યા બાદ તેની ધરપકડ કર્યા વગર જ તેને છોડી દેવાયો હતો.આ ઘટના થયા પછી અજાણ્યો કલાઇમરની સિક્યોરિટી અને ઇંગ્લેન્ડની સૌથી ઊંચી બિલ્ડિંગ પર કોઈ ચડતાં કોઈએ રોક્યો કેમ નહીં- તે વાતને લઈને પ્રશ્ન ઊભા થયા છે.

X
Daredevil is spotted scaling the 1,000ft-tall Shard 'without a safety rope
Daredevil is spotted scaling the 1,000ft-tall Shard 'without a safety rope
Daredevil is spotted scaling the 1,000ft-tall Shard 'without a safety rope
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી