તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગમાં ઘર ગુમાવી ચૂકેલા વ્યક્તિને 7 કરોડ રૂપિયાની લોટરી લાગી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • આ વ્યક્તિએ તેની પત્નીના ફેવરિટ નંબરની લોટરી ટિકિટ ખરીદી હતી
 • ઓસ્ટ્રિલયામાં અત્યાર સુધી 1870 ઘર આગને લીધે બળીને ખાક થઈ ગયા છે

સિડની: ઓસ્ટ્રેલિયામાં જંગલની આગે દુનિયાનું સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. આ આગને કારણે અત્યાર સુધી 30 લોકો મોતને ભેટ્યા છે. 1870 મકાનો આગમાં ખાક થઈ ગયા છે. મનુષ્યો ઉપરાંત જંગલમાં વસતા અનેક જીવ-જંતુ અને પશુ-પક્ષીએ જીવ ગુમાવ્યા છે. ઓસ્ટ્રેલિયાની આગમાં પોતાનું જૂનું મકાન ખોઈ ચૂકેલા વ્યક્તિનું નસીબ રાતોરાત ચમકી ઉઠ્યું છે. 38 વર્ષીય વ્યક્તિએ લોટરીમાં 7 કરોડ રૂપિયા જીત્યા છે. તેઓ કવિન્સલેન્ડ રાજ્યના રહેવાસી છે. 


જો કે,આ ભાઈની ઓળખ જાહેર કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, મને હજુ વિશ્વાસ થતો નથી. આ રૂપિયાની મને અત્યારે સૌથી વધારે જરૂર છે. ગયા મહિને મારું ઘર આગમાં ખાક થઈ ગયું હતું. મેં લોટરી મારી પત્નીના ફેવરિટ નંબરની ખરીદી હતી. મારી પત્નીને લીધે જ હું આજે જેકપોટ જીતી શક્યો. હવે હું નવા ઘરની રાહ જોઈ શકતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો