ઓસ્ટ્રેલિયા / આગમાં ઘર ગુમાવી ચૂકેલા વ્યક્તિને 7 કરોડ રૂપિયાની લોટરી લાગી

Australian man who lost home in bushfires wins lottery jackpot

  • આ વ્યક્તિએ તેની પત્નીના ફેવરિટ નંબરની લોટરી ટિકિટ ખરીદી હતી
  • ઓસ્ટ્રિલયામાં અત્યાર સુધી 1870 ઘર આગને લીધે બળીને ખાક થઈ ગયા છે

Divyabhaskar.com

Jan 11, 2020, 09:45 AM IST

સિડની: ઓસ્ટ્રેલિયામાં જંગલની આગે દુનિયાનું સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. આ આગને કારણે અત્યાર સુધી 30 લોકો મોતને ભેટ્યા છે. 1870 મકાનો આગમાં ખાક થઈ ગયા છે. મનુષ્યો ઉપરાંત જંગલમાં વસતા અનેક જીવ-જંતુ અને પશુ-પક્ષીએ જીવ ગુમાવ્યા છે. ઓસ્ટ્રેલિયાની આગમાં પોતાનું જૂનું મકાન ખોઈ ચૂકેલા વ્યક્તિનું નસીબ રાતોરાત ચમકી ઉઠ્યું છે. 38 વર્ષીય વ્યક્તિએ લોટરીમાં 7 કરોડ રૂપિયા જીત્યા છે. તેઓ કવિન્સલેન્ડ રાજ્યના રહેવાસી છે.

જો કે,આ ભાઈની ઓળખ જાહેર કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, મને હજુ વિશ્વાસ થતો નથી. આ રૂપિયાની મને અત્યારે સૌથી વધારે જરૂર છે. ગયા મહિને મારું ઘર આગમાં ખાક થઈ ગયું હતું. મેં લોટરી મારી પત્નીના ફેવરિટ નંબરની ખરીદી હતી. મારી પત્નીને લીધે જ હું આજે જેકપોટ જીતી શક્યો. હવે હું નવા ઘરની રાહ જોઈ શકતો નથી.

X
Australian man who lost home in bushfires wins lottery jackpot

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી