અમેરિકા / ઓર્લેન્ડો એરપોર્ટ પર ટિકિટ વગર ફ્લાઈટમાં ચડેલી મહિલાને ઉતારતા ત્રણ કલાક લાગ્યા

A woman managed to sneak onto a Delta flight — then refused to move when caught

Divyabhaskar.com

Oct 10, 2019, 02:42 PM IST

વોશિંગ્ટન: અમેરિકાના ફ્લોરિડાના ઓર્લેન્ડો શહેરમાં એક મહિલા ટિકિટ વગર ડેલ્ટા એરલાઈનની 1516 ફ્લાઇટમાં ચડી ગઈ હતી. આ મહિલાનું નામ જેની ક્લેમન્સ છે, જેને વિમાનમાંથી ઉતારવા માટે ત્રણ કલાકની મહેનત થઈ હતી, જેને કારણે ફ્લાઇટ ટોટલ 4 કલાક લેટ પડી હતી.

પોલીસે જણાવ્યું કે, ઓર્લેન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડેલ્ટા ફ્લાઇટ અટલાન્ટા શહેર તરફ જવાની હતી. આ દરમિયાન જેની એક બીજા પેસેન્જરની સીટ પર બેસી ગઈ. પ્લેનમાં ક્રૂ મેમ્બરે તેની પાસે બોર્ડિંગ પાસ માગ્યો તો મહિલાએ કહ્યું કે, ને તે બહાર ફેંકી દીધો છે, મારી પાસે બોર્ડિંગ પાસ નથી.

એરલાઈને માફી માગી
ભારે મથામણ બાદ સુરક્ષા અધિકારીઓએ મહિલાને પ્લેનમાંથી ઉતારી હતી અને બાકીના પેસેન્જરને મોડું થવા બદલ માફી પણ માગી હતી.

X
A woman managed to sneak onto a Delta flight — then refused to move when caught
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી