તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્રના બીડ જિલ્લાની મહિલાઓ રોજીરોટી મેળવવા માટે ગર્ભાશય કઢાવી દે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા કમાવવા માટે ગર્ભાશય કઢાવી છે 
  • સર્જરી કરાવવા માટે પણ રૂપિયા બીજા પાસેથી ઉધાર લેવા પડે છે 

અજબ-ગજબ ડેસ્ક: રાષ્ટ્રીય મહિલા આયોગે હાલમાં જ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને નોટિસ મોકલી છે. આ નોટિસ પ્રમાણે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં મોટી સંખ્યામાં મહિલાઓ દબાવમાં આવીને ગર્ભાશય કઢાવી રહી છે. 

મુખ્ય કારણ 

તો વાત એમ છે કે આ જિલ્લાની મહિલાઓ માટે બે કે ત્રણ બાળકોના જન્મ બાદ ગર્ભાશય કઢાવી દેવાનો નિયમ બની ગયો છે. આમ કરવા પાછળ તે લોકોની મજબૂરી છુપાયેલી છે. અહીંના લોકોની એવી માન્યતા છે કે ગર્ભાશયની અસર મહિલાના કામ પર પડે છે અને મહિલાઓ પિરિયડ્સ(માસિક ધર્મ)ને કારણે વધારે કામ નથી કરી શકતી.

અહીં મોટા ભાગના શ્રમિકો જ રહે છે. કોન્ટ્રાકટરને પણ જો કામ આપવાનું હોય તો તેઓ પહેલી પસંદગી' ગર્ભાશય વિના'ની મહિલાઓની જ કરે છે. એટલું જ નહીં, પરંતુ આ સર્જરી કરાવવા માટે મહિલાઓને રૂપિયા પણ કોન્ટ્રાક્ટર જ આપે છે, ત્યારબાદ તે પગારમાંથી કટકે-કટકે બધા રૂપિયા માલિકને ચૂકવી દે છે.

અન્ય સમાચારો પણ છે...