તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Woman on quest to become real life barbie says lifestyle leaves her no time to be friends

રશિયામાં 32 વર્ષની મહિલાએ ઢીંગલીઓ પાછળ 1.8 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાર્બી જેવી દેખાવા માટે અઢળક સર્જરી કરાવી 
  • ઢીંગલીઓને જ પોતાની દુનિયા માને છે  

અજબ-ગજબ ડેસ્ક: દરેક નાના બાળકોની બાર્બી ડોલ ફેવરિટ હોય છે, પરંતુ રશિયામાં મામલો કઈક અલગ જ છે. 32 વર્ષીય તાતિયાના તાન્યા તુજોવા બાર્બી ડોલની એટલી દીવાની છે કે તેણે તેના ક્લેક્શન પાછળ 1.20 લાખ પાઉન્ડ (આશરે 1.8 કરોડ રૂપિયા) ખર્ચી નાંખ્યા છે. તેની પાસે કુલ 1520 બાર્બી ડોલ્સ છે. તે માત્ર બાર્બી ડોલ્સ પોતાની પાસે રાખે છે, એવું નથી તેના જેવી દેખાવા માટે તેણે સર્જરી પણ કરાવી છે.

 

પોતાના પાંચ પતિથી છૂટાછેડા લીધેલી 32 વર્ષીય તાતિયાનાનો કોઈ મિત્ર નથી અને હવે તેને કોઈ ફ્રેન્ડ બનાવવાની ઇચ્છા પણ નથી. તે આ ઢીંગલીઓને જ પોતાના સાથી માને છે. તે હંમેશા પિન્ક કલરનાં વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે. 

અન્ય સમાચારો પણ છે...