તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસે ખોવાયેલી મહિલા મેનેજરની અને પોતાની કુંડળી જ્યોતિષીને બતાવીને પૂછ્યું- મહિલા મળશે કે નહીં?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 6 મહિનાથી મહિલાને શોધવામાં નિષ્ફળ દિલ્હી પોલીસે જ્યોતિષીની શરણ લીધી 
  • જ્યોતિષીએ મહિલા મળી જવાના યોગ કહીને ગુરુવારે પીળાં વસ્ત્રો પહેરવાનું કહ્યું
  • માતાને શોધવા દીકરાએ મોબાઈલ એપ પણ બનાવી

અજબ-ગજબ ડેસ્ક: ઘરના કોઈ પ્રોબ્લમ હોય ત્યારે સામાન્ય રીતે માણસ જ્યોતિષની શરણે જતો રહે છે, પરંતુ ક્યારેય પોલીસે ખોવાયેલા વ્યક્તિને શોધવા માટે જ્યોતિષીની મદદ લીધી હોય તેવું સાંભળ્યું છે ? દિલ્હી પોલીસસે 6 મહિનાથી લાપતા એર ઇન્ડિયાની મેનેજર સુલક્ષણા નરુલા (58)ને શોધવામાં નિષ્ફળ રહેતા હવે જ્યોતિષીની મદદ લીધી છે 
 

મહિલાની ક્યારેય ભાળ મળશે કે નહીં તે જાણવા માટે તપાસ અધિકારી ઇન્સ્પેક્ટર વિજયે મહિલાની સાથે-સાથે પોતાની કુંડળી પણ જ્યોતિષીને બતાવી.

જ્યોતિષીએ બન્નેની કુંડળીમાં મહિલા મળી જવાના યોગ હોવાનું જણાવ્યા બાદ પોલીસે મહિલાના પુત્ર પાસે જ્યોતિષીએ બતાવેલા ઉપાય પણ કરાવી દીધી. મહિલાના મિકેનિકલ એન્જિનિયર પુત્ર અનુભવ નરુલાએ પોલીસ દ્વારા જ્યોતિષીને કુંડળી બતાવાયાનો ખુલાસો કર્યો છે જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાં તૈનાત ઇન્સ્પેક્ટર વિજયે આ અંગે કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. અનુભવે જણાવ્યું કે, 'પોલીસે અમારી પાસે મમ્મીની કુંડળી માગી હતી અને પછી કોઇ પંડિતને તે કુંડળી બતાવી હતી. 

અનુભવે કહ્યું કે, અમને પોલીસે એક ઉપાય કરવાની સલાહ આપી. છતરપુર મંદિરમાં ભગવાન સમક્ષ પૂજા કરવાની હતી. ગુરુવારે સવારના સમયે પીળા વસ્ત્રો, પીળા લાડુ અને પીળા ફૂલ ચઢાવવા જણાવાયું. પોલીસે કહ્યું તેવું જ અમે કર્યું. પૂજાપાઠ પણ કર્યા. પોલીસે અમને જણાવ્યું કે કુંડળીમાં મારી મમ્મી મળવાના પૂરા યોગ બને છે પણ મમ્મી ક્યારે મળશે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી કરી. સમય વીતતાં પોલીસની તપાસ ઠંડી પડી ગઇ છે. મારી માતા વિશે કોઈ માહિતી આપનારને 1 લાખ રૂ. ઇનામ આપવાની પણ જાહેરાત કરાઇ છે.' 

પુત્ર અનુભવે જણાવ્યું કે માતાને શોધવા તેણે દિલ્હી-એનસીઆરમાં બે લાખથી વધુ પેમ્ફ્લેટ વહેંચ્યા. ટેક્નોલોજીની મદદથી માતાને શોધવા 'હેલ્પ ફાઇન્ડ સુલક્ષણા નરુલા' નામની મોબાઇલ એપ પણ બનાવી છે. આ એપ પોલીસકર્મીઓ અને તપાસ એજન્સી માટે બનાવી હતી.

સુલક્ષણાના પતિ ડૉ. સુનીલનું કહેવું છે કે આ કેસમાં પોલીસે તેમની પત્ની સાથે કામ કરતા એર ઇન્ડિયાના કર્મીઓની પૂછપરછ નથી કરી. તેમને પણ તપાસના દાયરામાં લાવવા જોઇતા હતા. શક્ય છે કે તેમને પણ આ અંગે કોઇ જાણકારી હોય કે પછી તેમની પાસેથી કોઇ કડી મળી જાત. 

અન્ય સમાચારો પણ છે...